આઇસમેન ''ઉત્ઝી'' :સિલ્વર જ્યુબિલીની સસ્પેન્સ સ્ટોરી !
undefined
undefined
Pub. Date: 02.10.2016
૫૩૦૦ વર્ષ પ્રાચીન કુદરતી 'મમી' અનેક રહસ્ય ખોલે છે. સિલ્વર જ્યુબિલીની સસ્પેન્સ સ્ટોરી !
૧૯ સપ્ટેમ્બર ૧૯૯૧નો દિવસ હતો. આજથી બરાબર ૨૫ વર્ષ પહેલાંની વાત છે. બે જર્મન ટુરિસ્ટ હેલ્મુટ અને એરીકા સિમોન ઓસ્ટ્રીયા - ઈટાલીની બોર્ડર પર આવેલ આલ્પસ પર્વતમાળાનાં ઓસટ્રઝલ આલ્પસની પૂર્વ તરફ આવેલ ફિનેલીસ્પીટ્ઝ ધાર પર ૩૨૧૦ મીટરની ઊંચાઈ પર ફરી રહ્યા હતાં. રસ્તો ચુકી તેઓ હોસ્લેજોચ અને રિસેનજોચ વચ્ચેનાં પર્વતાળ માર્ગમાં આવી ગયા. અહીં તેમણે બરફમાં દેખાતું એક સુકાયેલું શબ જોયું. શબનો ધડથી નીચેનો ભાગ બરફમાં દટાયેલો હતો. તેમણે માની લીધું કે શબ કોઇ પર્વતારોહકનું હોવું જોઇએ.જે કુદરત સામે હારી જતાં મૃત્યુ પામ્યો હતો. છેવટે ૨૨ સપ્ટેમ્બરનાં રોજ શબને બરફમાંથી ખોદી કાઢવામાં આવ્યું. તેની આસપાસ દટાએલી જુની ચીજ વસ્તુઓ પણ ખોદી કાઢવામાં આવી. આજે એજ શબ માટે ઓસ્ટ્રીયા અને ઈટાલી વર્ષોથી ઝગડી રહ્યાં છે. આખરે આ શબ વૈજ્ઞાનિકો માટે અતિ કિમતી શા માટે છે? વૈજ્ઞાનિકો તેને ઓત્ઝી કે ઉત્ઝી તરીકે ઓળખે છે. આખરે ''ઉત્ઝી'' કોણ હતો ?
આઇસમેન ''ઉત્ઝી'' કોણ હતો ?
ઈટાલી અને ઓસ્ટ્રીયાની બોર્ડર પર આવેલ પર્વતમાળાનાં પહાડમાંથી મળેલ શબને નજીક આવેલાં ઈન્સબુ્રક ખાતે તબીબી પરીક્ષણ માટે લઇ જવામાં આવ્યું. યુનિ. ઑફ ઈન્સબૂર્ગનાં આર્કીયોલોજીસ્ટ કોનરાડ સ્પિન્ડલર દ્વારા તપાસવામાં આવ્યું. શબ પાસેથી મળેલ કુહાડી જોઇને તેમણે જાહેરાત કરી કે બરફમાં દટાઇને 'મમી'માં ફેરવાઇ ગયેલ મનુષ્ય દેહ અંદાજે ૪ હજાર વર્ષ પ્રાચીન છે. હવે જેને એક સાદા પર્વતારોહકનું શબ માનતા હતાં, તે અચાનક વિજ્ઞાન જગત માટે એક દુર્લભ મમી સાબીત થઇ ગયું અને... ઑસ્ટ્રિયા તેનો કબજો લેવા ઈટાલી સાથે ઝગડવા લાગ્યું છે. જે બે દેશોની સીમારેખાનાં વિવાદમાં ઝગડાનો નિવેડો આવ્યો નથી. ખરી વાત એ છે કે આ માત્ર બે દેશનો સવાલ નથી. કારણ કે વિજ્ઞાન જગત માટે ''ઉત્ઝી'' એક દુર્લભ મમી છે. ઈ.સ. પૂર્વે ૩૩૦૦ વર્ષ પહેલાં, તે એક જીવંત વ્યક્તિ હતો. લોકો તેને આઇસમેન ''ઉત્ઝી''નાં હુલામણા નામે ઓળખે છે. કોઇ તેને ફ્રોઝન 'ફ્રિટ્ઝ' તરીકે ઓળખે છે.
પુરાતત્વવિદ્ તેને હોમો-ટાયસેલેન્સીલ તરીકે ઓળખે છે. બરફમાં દટાઇને મૃત્યુ પામેલ 'ઉત્ઝી'ની આખી જન્મકુંડળી વૈજ્ઞાનિકોએ ઉકેલી કાઢી છે. વૈજ્ઞાનિકો હજી પણ તેનાં ઉપર વધારે સંશોધનો કરી રહ્યાં છે. તાજેતરમાં તેનાં ગળા અને સ્વર પેટીનું ૩ડી મોડેલ બનાવીને વૈજ્ઞાનિકોએ કોમ્પ્યુટર પર ચકાસ્યું છે. જેથી ખબર પડે કે ''ઉત્ઝી''નો અવાજ કેવો હતો. ''ઉત્ઝી''નો પુરો ડેટા બેઝ ઈન્ટરનેટ પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. આજની તારીખે, ''ઉત્ઝી'' યુરોપમાંથી મળી આવેલ સૌથી પ્રાચીન કુદરતી માનવ 'મમી' છે. ઈટાલીનાં દક્ષિણ ટાઇટોલ ખાતે આવેલ બોલ્ઝાનોનાં આર્કીયોલોજીકલ મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવ્યું છે. જો કે 'મમી'ની શરૂઆતની ઓળખ ઓસ્ટ્રીયાનાં ઈન્સબર્ગ યુનિ.ના પુરાતત્વવિદ્ કોનરાડ સ્પીન્ડલરે કરી હતી.
તામ્ર યુગનાં માનવીનું 'અવતરણ'
જ્યાંથી ઉત્ઝીનું શબ મળ્યું હતું. ત્યાંથી તામ્ર યુગનો પત્થર મળી આવ્યો હતો. આધુનિક ચર્ચમાં વપરાતાં પ્રભુ ભોજનનાં ટેબલનાં પત્થર તરીકે તેનો અનેકવાર ઉપયોગ થતો હતો. પત્થર ઉપર એક ધનુષ્યધારી વ્યક્તિ, એક હથિયાર રહીત વ્યક્તિની પીઠમાં તીર મારતો હોય તેવું દેખાય છે. જે ''ઉત્ઝી''નાં 'મૃત્યુ' સમયની ઘટનાને આબેહૂબ મળતું આવે છે. પરંતુ સંશોધકોને તેનાથી સંતોષ થયો નથી. કદાચ આ ઘટના યોગાનુયોગ છે. ઉત્ઝીએ બાંધેલા ચામડાના પટ્ટામાં વનસ્પતિનાં ભુકા જેવો પાવડરનો ગઠ્ઠો મળી આવ્યો હતો. જેમાં પિપ્ટો પોરસ બેટુલીનસ ફુગના અવશેષો જોવા મળ્યા છે. જેને ખાવામાં આવે તો ઝાડા થઇ જાય છે. બની શકે કે ''ઉત્ઝી'' તેનાં પેટની તકલીફ દૂર કરવા / વિપવોર્મને નાબૂદ કરવા તેનો દવા તરીકે ઉપયોગ કરતો હોય. તેનાં ટૅટુ બનાવવામાં કોલસો / ચારકોલનો ઉપયોગ થયો છે. ટૅટુ સામાન્ય રીતે હાડકાનાં સાંધાના ભાગમાં જોવા મળ્યા છે. કદાચ સાંધાના દુખાવા દૂર કરવા તેનો પ્રયોગ કરવામાં આવ્યો હોય. ઈટાલીનાં ઘઃય્ ડિઝાઇનરો પુરુષ માટે ચામડાનો ડ્રેસ ડિઝાઇન કરે તે પહેલાંથી ''ઉત્ઝી'' સ્વયમ્ ડિઝાઇન કરેલ ચામડાના વસ્ત્રો પહેરતો હતો. તેનાં કમર - ગુપ્તાંગને ઢાંકનાર વસ્ત્ર ઘેટાની ચામડીનું બનેલું હતું. પગનાં વસ્ત્રો બકરીના ચામડાનાં હતાં. તેની ટોપી કથ્થઇ રીંછનાં ચામડામાંથી બનેલી હતી. તેનાં બુટની દોરી જંગલી ગાયનાં ચામડામાંથી બનાવેલી હતી. તેનો તીર રાખવાનો ''ભાથો'' હરણનાં ચામડામાંથી બનાવવામાં આવ્યો હતો. પ્રાચીન ટેક્નોલૉજી વાપરવામાં ''ઉત્ઝી'' મોખરે હતો. તેની કમરે ફલીન્ટ પત્થરમાંથી બનાવેલ જમૈયો / કટાર રહેતી હતી. તેનાં ભાથામાં બે સંપૂર્ણ તીર હતાં. જ્યારે એકાદ ડઝન લાકડાની સળીયો હતી. જેમાંથી તીર બનાવી શકાય તેમ હતાં. તેનાં ડાબી બાજુનાં દાંત વધારે ઘસાયેલા હતાં. તેનાં વાળમાં આર્સેનીક અશુદ્ધિ બતાવે છે કે તે તાંબુ ગાળવામાં માસ્ટર હતો.
ઐતિહાસિક જન્મ-કર્મ કુંડલી
એક વાત નક્કી થઇ ચુકી છે કે ''ઉત્ઝી''નું મમી ૫૩૦૦ વર્ષ પ્રાચીન છે. તે સમયે ઈતિહાસની વાત કરીએ તો 'તામ્રયુગ' ચાલતો હતો. વૈજ્ઞાનિકોએ 'ઉત્ઝી'નો સંપૂર્ણ જેનોંમ ઉકેલ્યો છે. વૈજ્ઞાનિકો માને છે કે ''ઉત્ઝી'' મૃત્યુ પામ્યો તે પહેલાં તે માંદો હતો. તેનાં માથામાં ઈજા થયેલી છે. ખભા પાસે તેને તીર વાગેલું હતું. ઉત્ઝીનાં થાપાનાં હાડકામાંથી DNA મેળવવામાં આવ્યું હતું. જેનો ૫૧૦માં નૃવંશશાસ્ત્રી આલ્બર્ટ ઝીન્કની લીડરશીપમાં પુરો 'ઝેનોમ' ઉકેલવામાં આવ્યો હતો. યુરોપમાં આઇસમેન 'ઉત્ઝી'નાં સેંકડો પેઢી બાદનાં ૧૯ જેટલાં જીવતાં વારસદારો હાલમાં આર્કીનીઆમાં વસે છે. વિશ્વનો પ્રથમ લીમ રોગનો કેસ એટલે 'ઉત્ઝી'. જે પરોપજીવી જીવાતથી થતો હતો. 'ઉત્ઝી' મૃત્યુ પામ્યો ત્યારે તેની ઉંમર ૪૬ વર્ષ હતી. તેની આંખોનો રંગ 'છીકણી' હતો. તેની પાસે તીર કામઠું અને તીર રાખવાનો ભાથો પણ હતો. તેની કુહાડી તાંબાની બનેલી હતી. તે શિકારી હતો અથવા યોદ્ધો. તીર વાગવાથી તે ઊંચાઇએથી પડી ગયો હતો. જેથી માથામાં ઈજા થઇ હોવાનું જણાય છે. તેનાં આંતરડામાં ''વિપવોર્મ'' નામનાં પરોપજીવી જીવો મળ્યા છે. તેનાં પેટમાં હેલીયો બેકટર પાયલોરીનો સંપૂર્ણ જેનોમ જોવા મળ્યો છે. જેનાં કારણે પેટમાં ચાંદા પડે છે અને પેટની અનેક સમસ્યાઓ નડે છે. 'ઉત્ઝી'નાં શરીર ઉપર શાહીથી બનાવેલ છુંદણું / ટેટું જોવા મળ્યું છે. ગિનેસ બુક ઑફ રેકર્ડમાં ટૅટુ ધરાવનાર સૌથી પ્રાચીન મનુષ્નો રેકૉર્ડ ''ઉત્ઝી''નાં નામે કરવામાં આવ્યો છે. ''ઉત્ઝી'' તેની સાથે પ્રાથમિક સારવાર માટેની દેશી કીટ લઇને ફરતો હતો. તેનાં નખનાં અંગૂઠાનાં તબીબી પરીક્ષણમાં જાણવા મળ્યું હતું કે મૃત્યુનાં ચાર મહીના પહેલેથી તે વારંવાર ગંભીર રીતે બીમાર થઇ જતો હતો.
રહસ્ય ઉકેલતી આધુનિક ટેક્નોલૉજી
'ઉત્ઝી'નાં મમીને મ્યુઝિયમમાં ખાસ પ્રકારે ડિઝાઇન કરેલ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યું છે. જેનું તાપમાન સતત માઇનસ છ ડિગ્રી રાખવામાં આવે છે. ચેમ્બરમાં રાખેલ ખાસ બારીમાંથી મુલાકાતી ''ઉત્ઝી''નું શબ નિહાળી શકે છે. ૫૩૦૦ વર્ષ પ્રાચીન 'મમી'નો ભેદ ઉકેલવા અને આવવા માટે આધુનિક ટેકનોલોજીએ કમાલ કરી છે. મમીને ૩ઘ સ્કેન કરીને 'ઉત્ઝી'નું લેટેસ્ટ ૩ઘ મોડેલ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં શબવિધી અને ફોરેન્સીક ટેક્નોલૉજી વાપરવામાં આવી છે. આ ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને બે ડચ આર્ટિસ્ટ આલ્ફોન્સ અને એન્દ્રી કેનીએ કમાલનું ૩ઘ મોડેલ તૈયાર કર્યું છે. વૈજ્ઞાનિકો 'ઉત્ઝી'નાં શરીરમાંથી મળેલ હેલીકોબેકટર પાયરેલીનાં અલગ અલગ નમૂનાઓ વિશ્વમાંથી એકત્રીત કરીને, પ્રાચીન મનુષ્યનાં સ્થળાંતર / માઇગ્રેશનનો નકશો તૈયાર કરી રહ્યાં છે. આજના આધુનિક એશિયન લોકોનાં શરીરમાં એચ. પાયલોરીનાં જે સ્ટ્રેઇન જોવા મળે છે. તેવાં સ્ટ્રેઇન 'ઉત્ઝી'નાં શરીરમાં છે. વનસ્પતિ, પ્રાણી, ઓલાદ કે વંશની વિશિષ્ટ ખાસિયત ધરાવતા લક્ષણને જીનેટીકની ભાષામાં સ્ટ્રેઇન કહે છે. તેનાં ડીએનએ ઉકેલતા માલુમ પડયું હતું કે તેનાં હાડકા પોલા પડવાની સંભાવના વધારે હતી. તે દૂધમાં રહેલું લેકટોસને પચાવવા માટે સક્ષમ ન હતો. સંશોધકો માને છે કે 'ઉત્ઝી'નો સંબંધ યુરોપનાં 'નિએન્ડરથાલ' મનુષ્ય વંશ સાથે જોડી શકાય તેમછે. ઉત્ઝીનાં શરીરમાંથી ૫૩૦૦ વર્ષ પ્રાચીન રક્તકોષોનાં અકબંધ અવશેષો પણ મળી આવ્યા છે. જેનો કદ અને આકાર આજના આધુનિક મનુષ્ય જેવો જ છે.
શું એ ''મમી'' શાપિત હતું ?
પ્રાચીન ''મમી''ને શોધી કાઢીને તેનો ભેદ ઉકેલવો એક અભિશાપ ગણાય છે. ઘણા લોકો માને છે કે 'મમી'ને શોધનાર કે તેનું રહસ્ય ઉકેલવા મથનાર માનવીને મમીનો 'શાપ' નડે છે અને તેનું મૃત્યુ થાય છે. ફારોહ 'તુતેન ખામેન'નાં મમીની શોધ સાથે તેની સાથે સંકળાએલા લોકનાં રહસ્યમય મોતે 'શાપ'ની થિયરીને બિન-વૈજ્ઞાનિક ઢબે સાચી પુરવાર કરી છે. આવી જ કથા ''ઉત્ઝી''નાં 'મમી' સાથે લોકો જોડી રહ્યાં છે કે શાપની સત્ય ઘટના છે કે માત્ર યોગાનુયોગ એ નક્કી કરવું તમારી વિવેક બુદ્ધિ પર છોડી દેવામાં આવે છે.
'ઉત્ઝી' સાથે સંકળાયેલા સાત વ્યક્તિનાં આકસ્મિક કે અચાનક મોત થયા છે.''ઉત્ઝી''નાં શબને શોધનાર હલ્મુટ સીમોન મુસાફરનું પર્વત પરથી પડતાં મૃત્યુ થયું હતું. પર્વત પરથી 'મમી'ને હવાઇ માર્ગે લાવનાર ગાઇડનું 'હિમ તોફાન'માં મૃત્યુ થયું હતું. જે ફોટોગ્રાફરે 'મમી'નાં ખોદકામની વિડીયો બનાવી હતી. તેનું બ્રેઇન ટયૂમરથી મૃત્યુ થયું હતું. ફોરેન્સીક ઍક્સ્પર્ટ જેણે ''ઉત્ઝી''નાં શરીરને સ્પર્શ કર્યો હતો. તે મમી વિશે વ્યાખ્યાન આપવા જતો હતો ત્યારે ડો. રેઇનર હેનનું માર્ગમાં જ અકસ્માત મૃત્યુ થયું હતું. ''ઉત્ઝી'' વિશે સંશોધન કરનાર ઈન્સબર્ગનાં આર્કીયોલોજીસ્ટ કોનરાડ સ્પીન્ડલરનું ૨૦૦૫માં મલ્ટીપલ સ્કેલોરોસીસનાં કારણે મૃત્યુ થયું હતું. કોનરાડ સ્પીન્ડલરે 'મમી'નાં શાપની વાત પત્રકારો દ્વારા જાણીને મજાકમાં કહ્યું હતું કે હવે મારો વારો છે. અને.. તેનું મૃત્યુ થયું હતું. જો કે ''ઉત્ઝી''ને ખોદી કાઢવાથી માંડીને સંશોધન કરવામાં સેંકડો લોકો જોડાયેલા છે. દરેકનાં મૃત્યુને 'શાપ'ની નજરે જોઇ ન શકાય. અને.. જે જન્મે છે તે વહેલાં કે મોડા મૃત્યુ તો પામવાનો જ છે.
10/09/2016 08:37:00 pm | Labels: Iceman, Otzi | 0 Comments
બેટલ ટેન્ક @ 1૦૦: ઈતિહાસ અને યુધ્ધનાં પાસા બદલવાની તાકાત ધરાવનાર વાહન અને વેપન
undefined
undefined
Pub. Date : 25.09.2016
બેટલ ટેન્ક એટલે રણગાડી. કોઈ કહે કે રણગાડીનાં પ્રથમ ઉપયોગ થવાને માત્ર સો વર્ષ થયા છે તો, આશ્ચર્યનો અજીબો ગરીબ આંચકો લાગે. લોક માનસમાં ટેંક એટલે રણગાડી .એ લશ્કરનો અભિન્ન ભાગ છે, એમ ઠસાઈ ગયું છે. રણગાડીઓનાં પુર્વજો આદી કાળથી ચાલ્યા આવે છે તેમ માની શકાય. જ્યારે તિર કામઠાંનો જમાનો હતો ત્યારે પણ યુધ્ધમાં 'રથ' આગળ પડતી ભુમિકા ભજવતા હતાં, અને સવાર કે સૈનિક 'રથ'માંથી શસ્ત્રો ચલાવતાં હતાં. ટેકનોલોજીનાં આવિષ્કારનાં કારણે 'બેટલ ટેંક'નો જન્મ થયો. બેટલ ટેંક યુધ્ધનાં પરીણામ બદલવાની તાકાત ધરાવે છે. વૈચારીક કક્ષાએ યુધ્ધ લડાતું હોય ત્યારે રણનીતી ઘડનાર વિશેષજ્ઞ માટે મિડીયા એક શબ્દ વાપરે છે. થિંક ટેન્ક. આમ માનસીકથી વાસ્તવિકતા સુધી 'ટેન્ક'નું સામ્રાજ્ય છે. યુધ્ધનાં ઈતિહાસની અનોખી ઘટનાને આજે 'સો' વર્ષ એટલે કે એક સદી થઈ ગઈ છે. બેટલ ઓફ સોમે (કે સોમ)માં બ્રિટનને પ્રથમવાર રણગાડીનો ઉપયોગ કર્યો ત્યારે તારીખ હતી. ''૧૫ સપ્ટેમ્બર ૧૯૧૬'' જી! હા! પ્રથમ વિશ્વયુધ્ધનાં એ ગોઝારા દિવસો હતાં. એક બાજુ ફ્રાન્સ અને બ્રિટન તથા મિત્ર રાષ્ટ્ર હતાં. સામે પક્ષ હતું : શક્તિશાળી 'જર્મની'. યુધ્ધમાં હવે 'બેટલ ટેન્ક'નો પ્રવેશ થયો હતો અને... માત્ર પ્રથમ વિશ્વયુધ્ધ જ નહી, ત્યારબાદ લડાયેલાં... દરેક યુધ્ધમાં 'બેટલ ટેન્ક' નિર્ણાયક ભુમિકા ભજવવાની હતી.
બેટલ ટેંક અને બેક ગ્રાઉન્ડ
ઈતિહાસ બોલે છે કે, ૨૮ જુન ૨૦૧૪નાં રોજ ઓસ્ટ્રિયાની રાજગાદીનાં વારસદાર આર્ચ ડયુક ફ્રાન્ઝ ફર્ડીનાન્દની ગોળી મારીને હત્યા કરવામાં આવે છે. હત્યારો ગવરીલો પ્રિન્સીપ, યંગ બોસ્નીયાનો સભ્ય હતો. ઉપરાંત બ્લેક હેન્ડ સિક્રેટ સોસાયટીનો સભ્ય પણ હતો. ઓસ્ટ્રીયા-હંગેરીએ અલ્ટીમેટમ આપ્યું. છેવટે સર્બીયા સામે તેમણે યુધ્ધ જાહેર કર્યું અને પ્રથમ વિશ્વયુધ્ધની શરૃઆત થઈ. એકબાજુ મિત્ર ત્રિપુટી, ફ્રાન્સ, બ્રિટન અને રશિયા અને સામે પક્ષ જર્મની, ઓસ્ટ્રીયા અને હંગેરીને સામસામે આવી જવાની ફરજ પડી. પ્રથમ વિશ્વયુધ્ધ 'ગ્રેટ વૉર' તરીકે જાણીતું છે. જેમાં સાત કરોડ લશ્કરી માણસોએ ભાગ લીધો. જેમાંથી ૬ કરોડ લોકો યુરોપિઅન હતાં. યુધ્ધ છેવટે તો માણસ સંહાર કરવાની સામુહીક પ્રવૃત્તિ છે. પ્રથમ વિશ્વયુધ્ધમાં નેવુ લાખ લશ્કરી લોકો અને સાત લાખ નાગરીકો, મૃત્યુનાં મુખમાં ધકેલાઈ ગયા હતાં. જો કે અહીં વિશ્વયુધ્ધને યાદ કરવાનો મુદ્દો અલગ છે.
પ્રથમ વિશ્વયુધ્ધનાં ભાગરૃપે એક લાંબી નિર્ણાયક લડાઈ/સંગ્રામ ખેલાયો. જેને ઈતિહાસકારો 'બેટલ ઓફ સોમે' તરીકે ઓળખે છે. જે ફ્રાન્સની નદી 'સોમે'નાં કિનારે ખેલાયો હતો. જેણે યુધ્ધ પ્રત્યે બ્રિટનનો આખો અભિગમ બદલી નાખ્યો હતો. ૩૧ ઓગષ્ટ ૧૯૬૧નાં રોજ, બ્રિટન તરફ લડનાર 'હેરી બટર', વિશ્વયુધ્ધમાં મરનાર પ્રથમ અમેરિકન નાગરીક બન્યો હતો. સોમે સંગ્રામની શરૃઆત પહેલી જુલાઈ ૧૯૧૬નાં રોજ થઈ. જેમાં પ્રથમ દિવસે જ ૫૭,૪૭૦ બ્રિટીશ નાગરીકો ઘાયલ થયા. જે ક્રિશ્ચીઅન, બોઅર કે કોરીઅન યુધ્ધમાં થયેલ કુલ ઘાયલોની સંખ્યા કરતાં અનેકગણી વધારે હતી. જ્યારે ઘાયલ થનારાં ફ્રેન્ચ લોકોની સંખ્યા માત્ર ૨૦૦૦ની હતી. યુધ્ધનો અંત થયો ત્યારે બ્રિટીશ કેસ્યુઅલ્ટીની સંખ્યા ૪.૨૦ લાખ, ફ્રેન્ચની સંખ્યા બે લાખ અને જર્મનોની સંખ્યા ૪.૬૫ લાખ હતી.
આવું શા માટે બન્યું? જર્મનો ફ્રેન્ચ / ખાડી ખોદીને સંતાઈ રહેવામાં અત્યંત ઝડપી હતા. બ્રિટીશરો વાયરો કાપીને જર્મનો સુધી પહોંચવામાં સફળ રહ્યા નહી અને દુશ્મનોની બંદુકો ગર્જતી રહી. ફ્રાન્સ પાસે પુષ્કળ દારૃગોળો અને ટ્રેઈન્ડ થયેલા સૈનિકો હતાં. બ્રિટીશરોને દરેક પ્રકારની ભૂમી પર ચાલી શકે તેવાં વાહનની જરૃર હતી. કાદવ, કિચડ અને ખોદેલાં ખાડાઓમાંથી લશ્કરને બહાર નીકળવું ભારે પડી ગયું હતું. છેવટે વિશ્વનાં ઈતિહાસમાં નવ જેટલી ટેન્ક સીમા રેખા ઓળંગીને 'નો મેન્સ લેન્ડ'માં પસાર થઈ શકી અને ત્યારબાદ, વિશ્વનાં ભૂમી પર લડાનાર દરેક યુદ્ધમાં 'બેટલ ટેંક' પોતાનો જાદુ બતાવવાની હતી. વિજ્ઞાાન તેને ટેકનોલોજીનાં વાઘા પહેરાવીને 'અજેય' બનાવવાનું હતું.
બખતરીયા તોપ ગાડી : મેકીંગથી મોનોપોલી સુધીની સફર
પ્રથમ વિશ્વયુધ્ધનાં દસ વર્ષ પહેલાં પથરાળ, ખડકાળ, કાદવ કીચડ, નદી, નાળા જેવી વિકટ ભુમી અને યુધ્ધ ટ્રેન્ટમાં પસાર થઈ શકે તેવી બખ્તરીયા ગાડીની દરેક દેશનાં લશ્કરને જરૃર હતી. તેની અનેક ડિઝાઈન રજુ થઈ હતી પરંતુ, ફળદ્રુપ પરીણામ આપે તેવું એકપણ વાહન સર્જાયું ન'હતું. બખ્તરીયા ગાડી/રણગાડી/ટેન્ક શરૃઆતમાં 'લેન્ડશીપ' તરીકે ઓળખાતું હતું. શરૃઆતમાં ટેન્કનાં બે પ્રકાર હતાં. મેલ/નર ટેન્ક અને માદા/નારી/ફિમેલ ટેન્ક. મેલ ટેન્કમાં છ નેવલગન / તોપ લગાડવામાં આવી હતી. ફિમેલ ટેન્કમાં પાંચ મશીનગન લગાવવામાં આવતી હતી.
બ્રિટનને બખ્તરીયા ગાડીનો આઈડિયા, લશ્કરનાં કર્નલ અર્નેસ્ટ સ્વીટન અને વિલીયમ હેન્કીએ આપ્યો હતો. જે છેવટે બ્રિટીશ નેવી મિનીસ્ટર વિન્સ્ટન ચર્ચીલ પાસે પહોંચ્યો. બીજા વિશ્વયુધ્ધમાં 'ચર્ચિલ' નિર્ણાયક ભુમિકામાં આવી જવાના હતાં. છેવટે 'લેન્ડ બોટ' તરીકે ઓળખાતાં બખ્તરીયા વાહનનાં બાંધકામની શરૃઆત બ્રિટને કરી. દુશ્મનોથી પ્રોજેક્ટને બચાવવા તેને છુપો રાખવામાં આવ્યો. ફેક્ટરીમાં કામ કરનાર કારીગરોને જણાવવામાં આવ્યું કે 'નવું વાહન યુધ્ધભુમી ઉપર પાણી પહોંચાડવા માટે વપરાવાનું હતું. લોકોએ તેને 'પાણીનીટાંકી' એટલે કે 'ટેન્ક' નામ આપી દીધું અને વોરફેર ટેકનોલોજીમાં 'ટેન્ક'નો જન્મ થયો.
ઈન્ગ્લેન્ડની ફેક્ટરીમાં, જે પ્રથમ પ્રોટોટાઈપ આવૃત્તિ બની તેનું નામ લિટલ વિલી હતી. જેનું વજન ૧૪ ટન હતું. તે ખાંચાદાર-પટ્ટાવાળા વ્હીલ અને પટ્ટાની મિકેનિકલ ડિઝાઈનથી ચાલતી હતી. 'લીટલ વીલી' બાદ, બીજી ટેન્ક 'બિગ વીલી'નાં નામે તૈયાર કરવામાં આવી. અને ત્યારબાદ બ્રિટને માર્ક-વન નામે બેટલ ટેન્કની પ્રથમ બેચ તૈયાર કરીને, 'બેટલ ઓફ સોમે'ની રણભુમી પર મોકલી આપી હતી. જોકે શરૃઆતની માર્ક-વન ટેંક અતિશય ગરમ, ઘોંઘાટીયું અને મિકેનિકલ નિષ્ફળતાનાં સરવાળા જેવી હતી. જોકે બ્રિટને તેની ખામીઓને સુધારીને ૧૯૧૭માં માર્ક-ફોરની ૪૦૦ બેટલ ટેન્ક તૈયાર કરી હતી. જેણે ૮ હજાર સૈનિકોને શરણે આવવાની ફરજ પાડી અને ૧૦૦ તોપોને કબજે કરવામાં મહત્વની ભુમિકા નિભાવી હતી. હવે અચાનક બેટલ ટેન્ક મહત્ત્વનું લશ્કરી શસ્ત્ર સાબીત થઈ ગઈ.
બેટલ ટેન્કના બાંધકામમાં બ્રિટને વિશ્વમાં 'પ્રથમ' બનવાનું બહુમાન મેળવ્યું પરંતુ, બેટલ ટેન્ક ટેકનોલોજીમાં જર્મનીએ માસ્ટરી મેળવીને 'વર્લ્ડ ક્લાસ' ટેન્ક બનાવવા લાગ્યા. બીજા વિશ્વયુધ્ધમાં એડોલ્ફ હિટલરની બખ્તરીયા ગાડીનાં કાફલા, પેન્ઝર ડીવીઝને હાહાકાર મચાવી વિશ્વયુધ્ધમાં પોતાનું વર્ચસ્વ સાબીત કર્યું હતું. બેટલ ટેન્કની મોનોપોલી 'ગલ્ફ વોર'માં પણ એટલી જ જોવા મળી હતી.
વિશ્વયુધ્ધ, જર્મની અને યુધ્ધ ટેંક
પ્રથમ વિશ્વયુધ્ધમાં શરૃઆતમાં ઝટકો ખાધા બાદ પણ, જર્મનીએ 'બેટલ ટેન્ક' વિકસાવવા ઉપર પુરતું ધ્યાન આપ્યું નહીં. તેમને લાગતું હતું કે 'ટેન્ક' યુધ્ધમાં જલ્દી શિકાર બની જાય છે અથવા નિષ્ફળ જાય છે. પરંતુ બ્રિટનની ટેંકની શરૃઆતની નિષ્ફળતા અને માર્ક-૪ની સફળતા બાદ, જર્મની સફાળુ જાગ્યું અને 'બેટલ ટેન્ક' બનાવવાનાં પ્રયત્નો કરવા લાગ્યું હતું.
જર્મનોનો ટેંક બનાવવાનો પ્રોજેક્ટ A7Vથી શરૃ થાય છે. જો કે તેમની સુપર હેવી K-વેગન અને લાઈટ ટેન્ક LK-II પ્રથમ વિશ્વયુધ્ધના અંત સુધીમાં તૈયાર થઈ શકી નહતી. A7Vની ડિઝાઈન અને બાંધકામમાં જોસેફ વોલ્મરનું નામ લેવામાં આવે છે. હોલ્ટ ટ્રેક્ટરનાં વિવિધ ભાગો ભેગા કરીને A7V ટેન્ક બનાવવામાં આવી હતી. જેનાં ઉપર ૫૭ એમ.એમ.ની ગન ફિટ કરવામાં આવી હતી. એપ્રિલ-૧૯૧૮માં વિશ્વમાં પ્રથમવાર 'ટેન્ક વર્સીસ ટેન્ક'નું દ્વન્દ્વ યુદ્ધ શરૃ થયું હતું. બાહ્ય રીતે જોતાં A7Vનો દેખાવ બખ્તરીયા ટેન્કનાં ડબ્બા જેવો વિકસાવવામાં આવ્યો હતો. જેનું વજન ૩૬ ટન જેટલું હતું. જેમાં ડેમ્લર બેન્ઝનાં ૪ સીલીન્ડરવાળા, ૨૦૦ હોર્સ પાવરનાં બે પેટ્રોલ એન્જીન બેસાડવામાં આવ્યા હતાં. ૧૯૧૭ના અંતભાગમાં જર્મન આર્મીએ ૧૦૦ ટેન્કનો ઓર્ડર આપ્યો હતો. પરંતુ તેનું બાંધકામ એટલું ધીમું ચાલતું હતું કે ૧૯૧૮માં પ્રથમ વિશ્વયુધ્ધની સમાપ્તિ સુધીમાં માત્ર ૨૦ ટેન્કનું બાંધકામ પુરુ કરી શકાયું હતું. ૧૯૧૮માં જર્મનીને ચાર માર્ક-૪ ટેંક કબજે કરવાનો મોકો મળ્યો. સાથે સાથે પોતાની અને બ્રિટીશ ટેકનોલોજીની સરખામણી કરવાનો અવસર પણ મળ્યો. જેમાંથી જર્મનીએ બોધપાઠ લઈને બેટલ ટેન્ક ક્ષેત્રે પોતાની આગેકૂચ કરવાની હતી. પ્રથમ વિશ્વયુધ્ધ પછી જર્મનીએ યુધ્ધનો ખર્ચ બ્રિટન, ફ્રાન્સ વગેરેને ચુકવવાનો હતો. તેના પર વિવિધ પ્રતિબંધ હતાં. જેમાં બેટલ ટેન્ક બાંધકામ ઉપર પણ પ્રતિબંધ હતો. છતાં, જર્મનોએ બેટલ ટેન્ક ડિઝાઈનમાં મન પરોવ્યું. ટાઈગર-વન, ટાઈગર-ટુ સીરીઝનું નિર્માણ કર્યું. હિટલરે તેની પેન્ઝર ટેન્ક, KV-1, KL-રેટ જેવી સુપરહેવી ટેન્કનો પ્રોજેક્ટ અમલ મુક્યો હતો. બીજા વિશ્વયુધ્ધમાં હિટલરની યુધ્ધ રણનીતિમાં બેટલ ટેન્કે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.બીજા વિશ્વયુધ્ધ બાદ, કોલ્ડ વૉરનાં સમયગાળામાં તેની સર્જનાત્મક ચરમ સીમાએ પહોંચી હતી. આજે જર્મનીની લેપર્ડ-2A7 વિશ્વની ટોપ-૧૦ બેટલ ટેન્કમાં સ્થાન પામે છે.
વોર ઝોન : ટેકનોલોજીનો પગપેસારો...
જાન્યુ. ૧૯૯૧માં સદ્દામ હુસેનને મહાત કરવા માટે ઓપરેશન ડેઝર્ટ સ્ટોર્મ શરૃ કરવામાં આવ્યું. જેમાં સ્ટીલ્થ ફાઈટર, ક્રુઝ મિસાઈલ, લેસર ગાઈડેડ સ્માર્ટ બોમ્બ અને ખાસ... ગ્લોબલ પોઝીશનીંગ સીસ્ટમ (GPS)નો ઉપયોગ કરવામાં આવ્યો. જો કે કુવૈતમાંથી સદ્દામ હુસેનને ખદેડી મુક્યા બાદ, ખરી લડાઈ, બીનરહેઠાણ વગડાઉ વિસ્તાર અને રણમાં લડાઈ હતી. જેમાં બેટલ ટેન્કે ખાસ કામગીરી નિભાવી હતી. આજે સમય બદલાઈ ગયો છે. રશિયાએ, પોતાની ફ્યુચર બેટલ ટેન્કનો પ્લાન વિશ્વ સમક્ષ મુક્યો એટલે... રશિયાની T-90 ટેન્કમાંથી પ્રેરણા લઈને સર્બીયા M-20UP વિકસાવી રહ્યું છે તો ભારત T-90ની સ્વદેશી આવૃત્તિ જેવી T-90M 'ભિષ્મ' વિકસાવી છે. જે ભારતની મુખ્ય બેટલ ટેન્ક 'અર્જુન'નો આધુનિક પર્યાય બનાવવા માટે છે. બ્રિટન તેની આધુનિક ટેન્ક ચેલેન્જર-૨ને અપગ્રેડ કરશે. જેમાં વપરાતી ટેકનોલોજી જેવી ટેકનોલોજી અન્ય દેશોની ટેન્કને અપગ્રેડ કરવામાં વપરાશે.
* થર્મલ ઈમેજીંગ : થર્મલ ઈમેજીંગ દ્વારા દિવસે અને રાત્રે પણ ચોકીપહેરો ભરી શકાય છે. જેનાં કારણે ચોવીસ કલાક કાર્યરત રહી શકે છે.
* કમાન્ડર ૩૬૦-આઈ : ટેન્કનાં તોપથી અને ચાલકને નવી દ્રષ્ટિ આપવાનું કામ કમાન્ડર ૩૬૦ વિઝન આપે છે. જેમાં થર્મલ ઈમેજીંગ અને અન્ય સિસ્ટમ પણ વપરાય છે.
* ગન કન્ટ્રોલ સિસ્ટમ : GPS અને કોમ્પ્યુટર એઈડેડ સીસ્ટમથી ગન કંટ્રોલ ઈક્વીપમેન્ટ ચાલે છે. જેમાં સમયસર ચોક્કસ નિશાન પર ફાયરીંગ કરવાની સિસ્ટમ લગાડવામાં આવે છે.
* ઈલેક્ટ્રોનીક આર્કીટેક્ચર : યુધ્ધ ભુમીમાં થતાં વિસ્ફોટો અને ફાયરીંગથી નુકસાન ન પામે તેવી ઈલેક્ટ્રોનીક સિસ્ટમ એ બેટલ ટેન્કની પ્રાથમિક જરૃરિયાત ગણાય. ઈલેક્ટ્રોનીક સર્કીટ હવે અતિસુક્ષ્મ થઈ જતાં, વધારે ઉપકરણો ટેન્કમાં ગોઠવી શકાય છે.
સ્ટીલ્થ અને રડાર : ટેન્ક હવે દુશ્મન દેશના રડાર પર ન દેખાય તે માટે સ્ટીલ્થ મટીરીઅલ લગાડવામાં આવે છે. ટેંકની પોતાની પોર્ટેબલ સીસ્ટમ પણ છે. જે રડાર સીસ્ટમ પણ ધરાવે છે.
TOP - 1૦ બેટલ ટેન્ક
હાલમાં વિશ્વની શ્રેષ્ઠ ગણાતી દસ મેઈન બેટલ ટેંક નીચે પ્રમાણે છે.
(૧) K-2 બ્લેક પેન્થર : દ. કોરીયા
(૨) T-90 AM : રશીયા
(૩) M1A2 SEP V.2 અમેરીકા
(૪) મરકાવા-4 ઈઝરાયેલ
(૫) ટાઈપ-10 જાપાન
(૬) લેપર્ડ A2A7 જર્મની
(૭) ચેલેન્જર-2 ગ્રેટ બ્રિટન
(૮) AMX-56 ju ક્લાર્ક ફ્રાન્સ
(૯) ટાઈપ-99 A2 ચીન
(૧૦) T-84ઓપ્લોટ-M યુક્રેન
ટોપટેન - ભવિષ્યની બેટલ ટેન્ક
ભવિષ્યમાં જેનો ડંકો વાગવાનો છે તેવી ટેન્ક
(૧) T-14અર્માતા રશિયા
(૨) PL-01 પોલેન્ડ
(૩) એસ્પ્રો-A ઈઝરાયેલ
(૪) M1A3 અમેરીકા
(૫) MBT-3000 ચીન
(૬) M-95 ડેગમેન ક્રોશીયા
(૭) ટાઈપ-૧૦ જાપાન
(૮) એલ્ટે ટર્કી
(૯) અર્જુન મેક-II ભારત
(૧૦) M-20 UP-1 સર્બીયા
10/09/2016 08:35:00 pm | Labels: battle tank, Britain, France, Germany, Hitler, Japan, Nuclear Attack, Pearl harbor, Winston Churchill, World War | 0 Comments
સ્ટીફન બેક્ષ્ટરની સાય-ફાય નોવેલ 'પ્રોક્સીમા': સ્ટાર ટ્રેક સિરિઅલની ગોલ્ડન જ્યુબીલીએ બનેલી ફિકશન-ફેક્ટ સંગમની અનોખી ઘટના
undefined
undefined
Pub. Date: 18.09.2016
સૂર્યમાળા બહાર શોધાયેલો નવો બાહ્ય ગ્રહ અને.....
લોકપ્રિય સાય-ફાય, સ્ટાર ટ્રેક સિરિઅલની ગોલ્ડન જ્યુબીલીએ બનેલી ફિકશન-ફેક્ટ સંગમની અનોખી ઘટના :
''સ્ટારટ્રેક'' સાયન્સ ફિકશનને ૫૦ વર્ષ પૂરા થયા છે. ઐતિહાસિક સાયન્સ ફિકશન સીરીઝ ''સ્ટાર ટ્રેક''નું આઠ સપ્ટેમ્બર ૧૯૬૬નાં રોજ એનબીસી ટીવી પર પ્રસારણ થયું હતું. ત્યારબાદ, સાયન્સ ફિકશન ફિલ્મ અને ટી.વી. સીરીઅલોએ લોકોને ઘેલું લગાડયું હતું. વૈજ્ઞાાનિકોને પણ સાયન્સ ફિકશનમાંથી પ્રેરણા લઈને નવા આવિષ્કાર કરવાની પ્રેરણા મળે છે. કેટલીક સાયન્સ ફિકશન નવલકથાઓમાં ભવિષ્યમાં બનનારી ઘટનાઓનું આલેખન થયું હોય છે. વિજ્ઞાનકથાની ભવિષ્યવાણી નક્કી કરેલ સાલમાં, સાચી ન પડી હોય એવું બને પરંતુ 'નિશ્ચિત સમયગાળામાં' જરૃર સાચી પડી છે.
સૂર્યમાળા બહાર શોધાયેલો નવો બાહ્ય ગ્રહ અને.....
લોકપ્રિય સાય-ફાય, સ્ટાર ટ્રેક સિરિઅલની ગોલ્ડન જ્યુબીલીએ બનેલી ફિકશન-ફેક્ટ સંગમની અનોખી ઘટના :
''સ્ટારટ્રેક'' સાયન્સ ફિકશનને ૫૦ વર્ષ પૂરા થયા છે. ઐતિહાસિક સાયન્સ ફિકશન સીરીઝ ''સ્ટાર ટ્રેક''નું આઠ સપ્ટેમ્બર ૧૯૬૬નાં રોજ એનબીસી ટીવી પર પ્રસારણ થયું હતું. ત્યારબાદ, સાયન્સ ફિકશન ફિલ્મ અને ટી.વી. સીરીઅલોએ લોકોને ઘેલું લગાડયું હતું. વૈજ્ઞાાનિકોને પણ સાયન્સ ફિકશનમાંથી પ્રેરણા લઈને નવા આવિષ્કાર કરવાની પ્રેરણા મળે છે. કેટલીક સાયન્સ ફિકશન નવલકથાઓમાં ભવિષ્યમાં બનનારી ઘટનાઓનું આલેખન થયું હોય છે. વિજ્ઞાનકથાની ભવિષ્યવાણી નક્કી કરેલ સાલમાં, સાચી ન પડી હોય એવું બને પરંતુ 'નિશ્ચિત સમયગાળામાં' જરૃર સાચી પડી છે.
૧૯૪૦માં રોબર્ટ હેન્લીને એક ટૂંકી વાર્તા લખી હતી. જેનું નામ હતું ''સોલ્યુશન અનસેટીસ્ફેકટરી'' જેમાં અમેરિકા એટમીક બોમ્બ વિકસાવે છે. તેનાં ઉપયોગ બાદ વિશ્વયુદ્ધનો અંત આવે છે. તેવી કલ્પના કરેલી હોય છે. યાદ રહે કે ટૂંકી વાર્તા સાયન્સ ફિકશન સ્વરૃપે પ્રકાશીત થઈ, એ સમયે અમેરિકા યુદ્ધથી અલિપ્ત હતું, અને યુદ્ધમાં ભાગ લીધો ન હતો. અંતે અમેરિકા પર્લ હાર્બરની ઘટના પછી અમેરિકા યુધ્ધમાં જોડાયું અને પરમાણું બોમ્બ ફોડીને વિશ્વ યુધ્ધનો અંત લાવી દીધો. જાણે કે રોબર્ટ હેન્લીનની સાયન્સ ફિક્શન સાચી paડવાની ના હોય. બસ, આવી જ ઘટના તાજેતરમાં બની છે.
વૈજ્ઞાાનિકોએ સૂર્યમાળાનાં સૌથી નજીકનાં પડોશી તારાં ''પ્રોકસીમા સેન્ટોરી'' નજીક ફરતો પ્રોક્સીમા સેન્ટોરી 'બી' નામનો બાહ્યગ્રહ/ એક્સોપ્લેનેટ શોધી કાઢ્યો છે. યોગાનુયોગે ૨૦૧૩માં સ્ટીફન બેક્સટરની નવલકથા ''પ્રોક્સીમા'' પ્રકાશિત થાય છે. જેમાં પ્રોક્સીમા સેન્ટોરી તારાની ફરતે આવેલાં ગ્રહની મુલાકાતે જનારાં પૃથ્વીવાસીની કલ્પના કથા છે. આવે સમયે ''સ્ટાર ટ્રેક''ની ગોલ્ડન જ્યુબીલી ઉજવવા, સાયન્સ ફિક્શનની સુવર્ણગાથા સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ.
સાયન્સ ફિકશનની વાત કરવાની હોય ત્યારે, લોકપ્રિય ટી.વી. સીરીયલ 'સ્ટાર ટ્રેક'ને કઈ રીતે ભૂલી શકાય. દૂરદર્શન દ્વારા બ્લેક એન્ડ વ્હાઇટ ટી.વી.નાં શરૃઆતનાં કાળમાં ''સ્ટારટ્રેક'' દર્શાવી હતી. સ્ટારટ્રેકનો પ્રથમ હપ્તો અમેરિકાનાં એનબીસી ચેનલ પર આવવાને આજે પચાસ વર્ષ વિતી ગયા છે. ૧૯૬૦થી ૧૯૮૦ વચ્ચે સાયન્સ ફિકશનની ખૂબ જ બોલબાલા હતી. ગુજરાતનાં સર્વાધીક લોકપ્રિય વિજ્ઞાન સામાયિક ''સ્કોપ''ની શરૃઆત નવેમ્બર ૧૯૭૭માં થઈ ત્યારે પ્રથમ અંકમાં 'સાયન્સ ફિકશન'ને લગતો લેખ સમાવવામાં આવ્યો હતો. જેમાં સ્ટારટ્રેકનો ઉલ્લેખ હતો . જયારે અમેરિકામાંતો લોકો એક દાયકાથી લોકો સ્ટાર ટ્રેકની મજા માણતા હતાં.
સાય-ફાય : ભવિષ્યની આગાહી જ્યારે હકીકત બને છે :
સાયન્સ ફિકશન વાંચવાની એક મજા છે. જે તમને ભવિષ્યની દુનિયામાં લઈ જાય છે. અવનવી ઘટનાઓ, જાદુઈ દુનિયા, અવનવા ગેઝેટસ અને પરગ્રહવાસીઓની ખૂબીઓ તમને જકડી રાખે છે. એક અર્થમાં વિજ્ઞાનકથાઓ કે વિજ્ઞાન કલ્પના કથાઓ, મનુષ્યનો ભવિષ્યમાં થતો, 'ટાઇમ ટ્રાવેલ-'નો એક નવતર પ્રયોગ છે. તેમાંથી પ્રેરણા લઈને ઘણા વાચકો, વૈજ્ઞાાનિક બન્યાં હતાં. નવો આવિષ્કાર કરવા માટે એક સફળ માધ્યમ પણ પુરવાર થયા છે. ઘણીવાર વિજ્ઞાનકથા લેખકની કલ્પના એટલી સચોટ હોય છે કે ભવિષ્યમાં જાણે વિજ્ઞાનકથાનું પ્રકરણ સાચું પાડવાનું હોય તેમ ''ઘટના'' બને છે. આને યોગાનુંયોગ કહેવો કે વૈજ્ઞાાનિક આગાહી કહેવી ?
સાયન્સ ફિકશન વાંચવાની એક મજા છે. જે તમને ભવિષ્યની દુનિયામાં લઈ જાય છે. અવનવી ઘટનાઓ, જાદુઈ દુનિયા, અવનવા ગેઝેટસ અને પરગ્રહવાસીઓની ખૂબીઓ તમને જકડી રાખે છે. એક અર્થમાં વિજ્ઞાનકથાઓ કે વિજ્ઞાન કલ્પના કથાઓ, મનુષ્યનો ભવિષ્યમાં થતો, 'ટાઇમ ટ્રાવેલ-'નો એક નવતર પ્રયોગ છે. તેમાંથી પ્રેરણા લઈને ઘણા વાચકો, વૈજ્ઞાાનિક બન્યાં હતાં. નવો આવિષ્કાર કરવા માટે એક સફળ માધ્યમ પણ પુરવાર થયા છે. ઘણીવાર વિજ્ઞાનકથા લેખકની કલ્પના એટલી સચોટ હોય છે કે ભવિષ્યમાં જાણે વિજ્ઞાનકથાનું પ્રકરણ સાચું પાડવાનું હોય તેમ ''ઘટના'' બને છે. આને યોગાનુંયોગ કહેવો કે વૈજ્ઞાાનિક આગાહી કહેવી ?
૧૮૬૫માં જુલવર્ને ''ફ્રોમ અર્થ ટુ મુન'' કથા લખી હતી. જેમાં ચંદ્રની યાત્રાએ ગયેલ અવકાશયાત્રીનાં ચંદ્ર પરનાં ઉતરાણને લગતી અનેક ઉડીને આંખે વળગે તેવી વાતો લખી હતી. નવલકથાનાં પ્રકાશન બાદ, લગભગ એક સદી વિતી ગયા પછી અમેરીકન નાગરીક ચંદ્ર પર ઉતારવામાં સફળ રહે છે. જુલવર્નેની કિતાબમાં, ફલોરીડાથી ત્રણ અંતરીક્ષયાત્રી ચંદ્ર તરફ જવા રવાના થાય છે. અને છેવટે પ્રશાંત મહાસાગરમાં ખાબકીને તેઓ પાછા ફરે છે. તેઓ જે કેપ્સ્યુલ વાપરે છે તેનું નામ ''કોલમ્બીયાડ'' હોય છે. આ સત્યને કલ્પના કહો કે હકીકત, પુસ્તક અને વાસ્તવિકતા માં સમાનતા છે.
ફલોરીડાનાં કેપ કેનેવેરેલનાં કેનેડી સ્પેસ સ્ટેશનથી એપોલો-૧૧ સ્પેસયાન ચંદ્ર તરફ નિલ આર્મસ્ટ્રોંગ, બઝ એલરીન અને માયકલ કોલીન્સને લઇને ચંદ્ર તરફ જાય છે. જેમનાં કમાન મોલ્યુસનું નામ ''કોલંબીયા'' છે. જુલવર્નની નવલકથામાં તેનું નામ ''કોલમ્બીયાડ'' છે. બીજી આડ વાત, ૧૯૧૪માં એચ.જી. વેલ્સે ''ધ વર્લ્ડ સેટ ફ્રી'' નામની નવલકથા લખી હતી. જેમાં પરમાણુ શસ્ત્રોનાં ઉપયોગ અને યુદ્ધનો ચિતાર હતો. વાસ્તવિક પરમાણુ બોમ્બ વિસ્ફોટ માટે ''ન્યુકલીઅર ચેઇન રિએકશન'' જરૃરી ઘટના હતી.. લીઓ ઝીલાર્ડને ન્યુક્લીઅર ચેઇન રિએક્શનની કલ્પના / આઇડીયા મળ્યો, તેનાં એક વર્ષ પહેલાં લીઓ ઝીલોર્ડ, એ.જી. વેલ્સની ''ધ વર્લ્ડ સેટ ફ્રી'' નામની વિજ્ઞાન કલ્પના કથા વાંચી હતી.
સાહિત્યમાં વિજ્ઞાન કલ્પના કથા નામનો નવો પ્રકાર શરૃ કરવાનો શ્રેય એસ.જી. વેલ્સ અને જુલવર્નને આપવામાં આવે છે. ખરેખર તો આ બે લેખકો પહેલાં, ગ્રીક લેખક લ્યુસીયસ ઓફ સામોસારા અને ફ્રેન્કેસ્ટેઇનની લેખીકા "મેરી શેલી"એ વિજ્ઞાન કથા પર હાથ અજમાવ્યો હતો.આમ છતાં જુલ વર્ન, હ્યુગો જર્ન્સબેક અને એચ.જી. વેલ્સને ફાધર ઓફ સાયન્સ ફિકશન કહેવામાં આવે છે.
સ્ટાર ટ્રેક : સાયન્સ ફિકશનની આગવી ઓળખ :સાયન્સ ફિકશનની વાત કરવાની હોય ત્યારે, લોકપ્રિય ટી.વી. સીરીયલ 'સ્ટાર ટ્રેક'ને કઈ રીતે ભૂલી શકાય. દૂરદર્શન દ્વારા બ્લેક એન્ડ વ્હાઇટ ટી.વી.નાં શરૃઆતનાં કાળમાં ''સ્ટારટ્રેક'' દર્શાવી હતી. સ્ટારટ્રેકનો પ્રથમ હપ્તો અમેરિકાનાં એનબીસી ચેનલ પર આવવાને આજે પચાસ વર્ષ વિતી ગયા છે. ૧૯૬૦થી ૧૯૮૦ વચ્ચે સાયન્સ ફિકશનની ખૂબ જ બોલબાલા હતી. ગુજરાતનાં સર્વાધીક લોકપ્રિય વિજ્ઞાન સામાયિક ''સ્કોપ''ની શરૃઆત નવેમ્બર ૧૯૭૭માં થઈ ત્યારે પ્રથમ અંકમાં 'સાયન્સ ફિકશન'ને લગતો લેખ સમાવવામાં આવ્યો હતો. જેમાં સ્ટારટ્રેકનો ઉલ્લેખ હતો . જયારે અમેરિકામાંતો લોકો એક દાયકાથી લોકો સ્ટાર ટ્રેકની મજા માણતા હતાં.
સ્ટાર ટ્રેક આમ તો લેખક જેને રોડેનબેરીનાં ફળદ્રુપ ભેજાની પેદાશ હતી. રોડેનબેરીએ સ્ટારટ્રેકનો પ્રથમ હપ્તો લખ્યો ત્યારે, તેમનાં મગજમાં પશ્ચિમનું સાહિત્ય સવાર હતું. ધ વેગન ટ્રેન, હોરાટીયો હોર્નબ્લોઅર અને ગલીવર્સ ટ્રાવેલ તેમાં મુખ્ય હતાં. સ્ટારટ્રેકની લોકપ્રિયતામાંથી ૧૩ ફિલ્મો, એક આખી એનીમેટેડ સીરીઝ અને છ રંગારંગ ટી.વી. સીરીઅલ્સ નિર્માણ પામી હતી. જો તમે લાભ લેવાનું ચુકી ગયા હો તો વાંધો નહીં..૨૦૧૭માં સ્ટારટ્રેક 'ડિસ્કવરી' સીરીઝ નામે ફરીવાર શરૃ થવાની છે. સ્ટારટ્રેકમાં મુખ્યત્વે મનુષ્યની સાહસવૃત્તિનાં દર્શન કરાવવામાં આવ્યા છે.
રોડેનબરીએ એકવાર લખ્યું હતું કે મારે સેક્સ, ધર્મ, વિયેતનામ, રાજકારણ કે ICBM જેવાં બેલાસ્ટીક મિસાઇલોની વાત કરવી હોય તો, સ્ટાર ટ્રેક મારા માટે એક ઉત્તમ માધ્યમ હતું. સામાજીક મેસેજ આપવા સ્ટારટ્રેકનાં મુખ્ય અવકાશયાન ''એન્ટરપ્રાઇઝ''માં વિશ્વની અલગ અલગ સભ્યતાને નિરૃપણ કરનારાં પાત્રો, તેના ક્રુ મેમ્બર તરીકે ખાસ લેવામાં આવ્યા હતાં. સ્ટારટ્રેકનાં કેન્દ્રમાં ત્રણ પાત્ર છે. ફીર્ક, સ્ટોક અને મેકોય.
સ્ટારટ્રેક : ધ નેકસ્ટ જનરેશનનું સર્જન થઈ રહ્યું હતું ત્યારે ૨૪ ઓક્ટો. ૧૯૯૧નાં રોજ રોડેનબેરીનું અવસાન થયું અને સ્ટારટ્રેકની બાગડોર રિક બર્મેનનાં હાથમાં આવી હતી. સ્ટારટ્રેક પર આખું પુસ્તક થઈ શકે ખેર....સ્ટારટ્રેકની ગોલ્ડન જ્યુબીલી અમેરિકન સરકાર અલગ રીતે ઉજવી રહ્યું છે.
સ્ટારટ્રેકનાં સ્પેસશીપ ''ધ એન્ટરપ્રાઇઝ''માંથી પ્રેરણા લઈને અમેરિકન નેવીએ આધુનિક શસ્ત્ર ગણાતી ''યુએસએસ ઝુમવોલ્ટ'' નામની વિનાશિકા/ડિસ્ટ્રોયરને પાણીમાં ઉતારીને અનોખો આરંભ કર્યો છે. જે સ્ટીલ્થ પ્રકારની નૌકા વિનાશિકા છે. જે મહાસાગરમાં દાયકાઓ સુધી અમેરિકન સામ્રાજ્ય સાચવી રાખશે.
પ્રોક્સીમા - માત્ર યોગાનુયોગ કે... પુર્વાભાસ?
વિજ્ઞાન કલ્પના કથાનો ઈતિહાસ અને વાસ્તવનો ઈતિહાસ સમાંતર ટ્રેક પર દોડતો હોય તેવી અનોખી ઘટના તાજેતરમાં બની છે. (નવા ગ્રહ પ્રોક્સીમા સેન્ટોરી 'બી' વિશે ફ્યુચર સાયન્સ કોલમમાં ૪ સપ્ટેમ્બર ૨૦૧૬માં વાત કરવામાં આવી હતી.) વૈજ્ઞાાનિકોએ સુર્યમાળા બહાર મળી આવેલાં નવા ગ્રહ પ્રોક્સીમા સેન્ટોરી 'બી'ની જાહેરાત કરી છે. આ ગ્રહ સુર્યનાં સૌથી નજીકનાં તારાં 'પ્રોક્સીમા સેન્ટોરી'ની પ્રદક્ષિણા કરે છે. નવો બાહ્ય ગ્રહ શોધવા માટે છેલ્લાં બે દાયકાથી પ્રયત્ન કરે છે. પ્રોક્સીમા સેન્ટોરીની ફરતે કોઈ ગ્રહ છે તેવી શંકા વૈજ્ઞાાનિકોને ૨૦૧૪માં આવી હતી. હવે યોગાનુયોગ જુઓ - ૨૦૧૩માં સ્ટીફન બેક્ષ્ટર નામનો વિજ્ઞાનકથા લેખક તેની નવલકથા ૨૦૧૩માં પ્રકાશીત કરે છે. જેનું નામ છે ''પ્રોક્સીમા''.
વિજ્ઞાન કલ્પના કથાનો ઈતિહાસ અને વાસ્તવનો ઈતિહાસ સમાંતર ટ્રેક પર દોડતો હોય તેવી અનોખી ઘટના તાજેતરમાં બની છે. (નવા ગ્રહ પ્રોક્સીમા સેન્ટોરી 'બી' વિશે ફ્યુચર સાયન્સ કોલમમાં ૪ સપ્ટેમ્બર ૨૦૧૬માં વાત કરવામાં આવી હતી.) વૈજ્ઞાાનિકોએ સુર્યમાળા બહાર મળી આવેલાં નવા ગ્રહ પ્રોક્સીમા સેન્ટોરી 'બી'ની જાહેરાત કરી છે. આ ગ્રહ સુર્યનાં સૌથી નજીકનાં તારાં 'પ્રોક્સીમા સેન્ટોરી'ની પ્રદક્ષિણા કરે છે. નવો બાહ્ય ગ્રહ શોધવા માટે છેલ્લાં બે દાયકાથી પ્રયત્ન કરે છે. પ્રોક્સીમા સેન્ટોરીની ફરતે કોઈ ગ્રહ છે તેવી શંકા વૈજ્ઞાાનિકોને ૨૦૧૪માં આવી હતી. હવે યોગાનુયોગ જુઓ - ૨૦૧૩માં સ્ટીફન બેક્ષ્ટર નામનો વિજ્ઞાનકથા લેખક તેની નવલકથા ૨૦૧૩માં પ્રકાશીત કરે છે. જેનું નામ છે ''પ્રોક્સીમા''.
વાર્તા ભવિષ્યકાળની વાત કરે છે. ૨૭મી સદીમાં મનુષ્ય, તેનાં નજીકનાં પડોશી રેડ ડ્વાર્ફ સ્ટાર 'પ્રોક્સીમા સેન્ટોરી'નાં ગ્રહ 'પ્રોક્સીમા-૪' ઉપર વસવાટ કરે છે. જેમાં મનુષ્યની ગ્રહ સુધીની મુસાફરી અને ત્યાં તેનાં વસવાટની વાત છે. સાયન્સ ફિક્શનનાં આઈડીયા કોલોનાઈઝેશન, સ્પેસ ટ્રાવેલ અને વિચિત્ર એલીયન/પરગ્રહવાસીની પ્રજાતીઓને નવલકથામાં વણી લેવામાં આવી છે. આખરે પ્રોક્સીમા સેન્ટોરીની ફરતે ગ્રહ છે એવી કલ્પના સ્ટીફન બેક્ષ્ટરને વૈજ્ઞાાનિકે પહેલાં કેવી રીતે આવી હશે?
સ્ટીફન બેક્ષ્ટરનો ગ્રહ તેનાં તારાથી ૬૦ લાખ કી.મી. દૂર રહીને ફરે છે. જ્યારે વૈજ્ઞાાનિકોએ શોધેલ પ્રોક્સીમાં સેન્ટોરી 'બી' ગ્રહ, રેડ ડ્વાર્ફથી ૭૪.૮૦ લાખ કી.મી. અંતેર આવેલો છે. નવલકથાનો ગ્રહ, પૃથ્વી કરતાં ૮ ટકા નાનો છે. નવો શોધાયેલો ગ્રહ વાસ્તવમાં પૃથ્વી કરતાં ૩૦% વધારે મોટો અને ભારે છે. નવો ગ્રહ શોધનાર ખગોળશાસ્ત્રી ગુલીએમ એગ્લાંડા સ્કયુડ કહે છે કે નવલકથા અને વાસ્તવિકતા વચ્ચેની સમાનતા 'વિચિત્ર, રહસ્યમય અને સુપરનેચરલ' જેવી છે. જો કે મુખ્ય તફાવત ગ્રહનાં નામનો છે. નવલકથાનાં ગ્રહનું નામ 'પર આરદુઆ' છે. જેનો અર્થ થાય, ''સંઘર્ષમાંથી પસાર થવું''.
ખગોળશાસ્ત્રી ગુલીએમ એગ્લાંડાએ ઘણા સંઘર્ષ બાદ, નવો ગ્રહ શોધી કાઢ્યો છે જેનું નામ પ્રોક્સીમા સેન્ટોરી 'બી' છે. ખગોળ યુનીઅન ધારે તો, નવા ગ્રહને સ્ટીફન બેક્ષ્ટરે આપેલ નામ 'પર આરદુઆ' નામ આપી શકે છે. નવલકથામાં વૈજ્ઞાાનિકો 'કોલ-યુ' નામનાં રોબોટીક યાનમાં મુસાફરી કરે છે. નવલકથાનું મુખ્ય પાત્ર 'યુરી એડન' છે. જે એક અપરાધી છે અને સજા સ્વરૃપે 'બોટની બે' ધ્વારા પ્રોક્સીમા-૪ તરફ ધકેલવામાં આવે છે.
સ્ટીફન બેક્ષ્ટર : નોખી માટીનો અનોખો માનવી
''પ્રોક્સીમા'' સાયન્સ ફીક્શન હાલમાં ચર્ચામાં છે કારણ કે ખગોળશાસ્ત્રીઓએ પ્રોક્સીમા સેન્ટોરી રેડ ડ્વાર્ફ નજીક બાહ્ય ગ્રહ શોધી કાઢ્યો છે. ''પ્રોક્સીમા'' સાયન્સ ફિક્શનનાં લેખક સ્ટીફન બેક્ષ્ટર છે. જે સાયન્સ ફિક્શનમાં પહેલી હરોળમાં આવતું મહત્વપૂર્ણ નામ છે. સ્ટીફન બેક્ષ્ટરે ગણિત અને એરોનોટીકલ એન્જીનીયરીંગમાં ડોક્ટરેટની ડિગ્રી મેળવી છે. કેમ્બ્રીજ યુનિવર્સિટીમાં તેમણે એન્જીનીયરીંગમાં ડોક્ટરેટ મેળવી અને હેનલે મેનેજમેન્ટ કોલેજમાંથી એમબીએ પણ કર્યું છે. ઈજનેરી શાસ્ત્રનો અભ્યાસ કરવા છતાં તેમણે 'લેખક' કારકિર્દી સ્વીકારી છે. હાલ તેઓ ઈંગ્લેન્ડનાં પ્રેસ્ટવુડ ખાતે રહે છે.
સ્ટીફન બેક્ષ્ટરનો બીજો રસનો વિષય ઈવોલ્યુશનરી બાયોલોજી છે. જેના ઉંડા અભ્યાસનું ફળ તેમની સાયન્સ ફિક્શન 'ઈવોલ્યુશન'માં જોવા મળે છે. જેમાં ભુતકાળથી માંડીને ભવિષ્યકાળની સફર હોય છે. ''ધ મામોથ ટ્રાયોલોજી'' આવી જ એક સીરીઝ છે. સ્ટીફન બેક્ષ્ટરની ખરી માસ્ટરી અને ઐતિહાસિક તથ્યો અને સત્યનો આધાર લઈને લખવામાં આવતું સાહિત્ય છે. જે 'ઓલ્ટરનેટ હિસ્ટ્રી'ની કરોડરજ્જુ ધરાવતું માનવ સર્જન હોય છે. ઈતિહાસ રસિકોેને કલ્પનાનાં ઘોડાની પાંખે ઉડાડવામાં સ્ટીફન બેક્ષ્ટરની માસ્ટરી છે. નાસા ટ્રાયોલોજી, સ્ટોન એજ, બ્રોન્ઝ સમર, 'આર્યન વિન્ટર' તેમનાં આવા ઐતિહાસિક સર્જન છે. છેલ્લે... સ્ટીફન બેક્ષ્ટર અન્ય લેખકોની લોકપ્રિય રચનાઓને, તેમની સ્ટાઈલ, આધાર અને ટોન પ્રમાણે આગળ વધારે છે. જેમાં એચ.જી. વેલ્સની 'ધ ટાઈમ મશીન'નું એક્સટેન્શન એટલે 'ધ ટાઈમ શીપ'. આર્થર સી ક્લાર્ક સાથે મળીને તેમણે 'ધ ટાઈમ ઓડીસી' સીરીઝ આપી છે. 'ડો હુ'નું સ્ટીફન બેક્ષ્ટરનું મેટા મોર્ફીઝમ એટલે તેમની આગવી નવલકથા... 'ધ વ્હીલ ઓફ આઈસ'.
સ્ટીફન બેક્ષ્ટર : નોખી માટીનો અનોખો માનવી
''પ્રોક્સીમા'' સાયન્સ ફીક્શન હાલમાં ચર્ચામાં છે કારણ કે ખગોળશાસ્ત્રીઓએ પ્રોક્સીમા સેન્ટોરી રેડ ડ્વાર્ફ નજીક બાહ્ય ગ્રહ શોધી કાઢ્યો છે. ''પ્રોક્સીમા'' સાયન્સ ફિક્શનનાં લેખક સ્ટીફન બેક્ષ્ટર છે. જે સાયન્સ ફિક્શનમાં પહેલી હરોળમાં આવતું મહત્વપૂર્ણ નામ છે. સ્ટીફન બેક્ષ્ટરે ગણિત અને એરોનોટીકલ એન્જીનીયરીંગમાં ડોક્ટરેટની ડિગ્રી મેળવી છે. કેમ્બ્રીજ યુનિવર્સિટીમાં તેમણે એન્જીનીયરીંગમાં ડોક્ટરેટ મેળવી અને હેનલે મેનેજમેન્ટ કોલેજમાંથી એમબીએ પણ કર્યું છે. ઈજનેરી શાસ્ત્રનો અભ્યાસ કરવા છતાં તેમણે 'લેખક' કારકિર્દી સ્વીકારી છે. હાલ તેઓ ઈંગ્લેન્ડનાં પ્રેસ્ટવુડ ખાતે રહે છે.
૧૯૯૫થી તેમણે ફુલટાઈમ લેખન વ્યવસાય સ્વીકાર્યો હતો. લેખક બનતા પહેલાં તેઓ કોલેજમાં ગણીત, ભૌતિકશાસ્ત્ર અને ઈન્ફરમેશન ટેકનોલોજી ભણાવતાં હતા. લેખનમાં તેમના ઉપર એચ.જી. વેલ્સનો સૌથી વધારે પ્રભાવ છે. બેક્ષ્ટરનું મોટાભાગની સાયન્સ ફિક્શન, 'હાર્ડ સાયન્સ' આધારીત હોય છે કારણકે તેમણે વિજ્ઞાનને આત્મસાત કરેલ છે. તેમની નવલકથામાં બેરીયોનીક મેટર, ડાર્ક મેટર, બ્લેક હોલ્સ, ફરમી પેરાડોક્સ, વગેરેની ગુથણી હોય છે. સ્પેસ ટ્રાવેલ, યુનિવર્સ અને કોસ્મોલોજીનાં કોમ્બીનેશન જેવી તેમની નવલકથા હોય છે.

9/19/2016 08:50:00 pm | | 0 Comments
લ્યુસી : વો ભૂલી દાસ્તાન લો ફીર યાદ આ ગઈ....
undefined
undefined
Pub. Date. 11.09.2016
૩૧.૮૦ લાખ વર્ષ પ્રાચીન ''મૃત્યુ''નું રહસ્ય ખૂલે છે!
વિજ્ઞાન
જગતમાં બધા તેને છેલ્લાં 'ચાર' દાયકાથી ઓળખે છે. તેનું નામ છે 'લ્યુસી'.
લ્યુસીનો અર્થ થાય 'પ્રકાશ'. લ્યુસી, મનુષ્યનાં પ્રાગ-ઐતિહાસિક ભુતકાળને
સમજવા માટેનાં એમ્બેસેડર/રાજદુતની ભુમિકા ભજવે છે. તેના વંશજો મનુષ્યનાં
હોમોસેપિયન જાતીનાં સૌથી નજીકના સગા છે. થોડા સમય પહેલાં મનુષ્યનાં અન્ય
'સગા' 'હોમો-નાલેદી'ની ભાળ, અને મનુષ્યની નવી પ્રજાતીન મળી હતી.
'લ્યુસી'નાં અવશેષો મળ્યા હતાં. ત્યાં અલગ પ્રજાતીનાં મનુષ્યનાં અવશેષો પણ
મળ્યા છે. જે બે પગે ચાલતા હતાં. તેમનું કદ અને શરીર બંધારણ, મનુષ્યની એક
પ્રજાતી 'આર્દીપીથેક્સ રેમિદસ'ને મળતાં આવે છે. પ્રાચીન નૃવંશશાસ્ત્રમાં
પીકીંગ મેન અને 'લ્યુસી' અમુલ્ય ઘરેણા સમાન છે. લ્યુસી આજથી ૩૨.૮૦ લાખ વર્ષ
પહેલાં ઈથોપીયાની ભુમી ઉપર વિચરતી હતી. આધુનિક ટેકનોલોજી વડે વૈજ્ઞાાનિકોએ
તેનાં મૃત્યુનું લાખો વર્ષ પ્રાચીન રહસ્ય ખોળી નાખ્યું છે.
લ્યુસી : કોણ હતી?
૨૪ નવેમ્બર ૧૯૭૪. ડોનાલ્ડ જોહ્નસન અને ટોમ ગ્રે નામનાં બે વૈજ્ઞાાનિકોએ
તેમની લેન્ડ રોવર કારને ઈથોપીયાની હાદાર સાઈટ પર પાર્ક કરી. પોતાનાં મિશન
માટે યોગ્ય સ્થળ શોધવા તેઓ આગળ વધી ગયા. ઈથોપીયાની ગરમાગરમ સવારમાં,
પોતાનાં પસંદગીનાં સ્થળનું મેપીંગ અને સર્વે કરી પાછા વળવાનું તેમણે
વિચાર્યું. લેન્ડ રોવર સુધી જવા, સવારે આવ્યા હતાં, તેના કરતાં અથવા માર્ગ
પસંદ કરવાનું ડોનાલ્ડ જોહનસને સુચન કર્યું. આ સુચન મનુષ્યનાં ઈતિહાસ માટે
સુવર્ણ તક બની ગયું. બીજા માર્ગે પસાર થતાં જ ડોનાલ્ડની નજરે બાવડાનું એક
હાડકું નજરે પડયું. તેઓ ઓળખી ગયા કે હાડકુ 'હોમોનીન'નું હતું. ત્યારબાદ
તેમની નજરે ખોપરી હાડકું આવ્યું અને ત્યારબાદ, હોમીનીડ વર્ગનાં પ્રાચીન
અશ્મીનું ૪૦ ટકા હાડકું મળી આવ્યું.
બંને
વૈજ્ઞાાનિકો અને તેમની ટીમનાં સભ્યો નવી ડિસ્કવરીથી ખુબજ ખુશ હતાં. રાત્રે
નવીન શોધનો આનંદ ઉમળકાને વ્યક્ત કરવા માટે ડ્રિન્કસ, ડાન્સીંગ અને
સીંગીંગની શરૃઆત થઈ હતી. અમેરિકન ગ્રુપ 'બિટલ્સ'નું લોકપ્રિય ગીત 'લ્યુસી
ઈન ધ સ્કાય વીથ ડાયમંડ' વાગતું હતું. ખુશીનાં માર્યા લોકોએ આ ગીતને રાતભર
રીપીટ કરી નાચતાં રહ્યાં. સવારે તેમની જુબાન ઉપર એકજ નામ હતું. 'લ્યુસી'
છેવટે ડોનાલ્ડ જોહનસને તેમણે મેળવેલા અસ્થી પીંજરને નામ આપ્યું. 'લ્યુસી'
લ્યુસીનો અર્થ થાય પ્રકાશ.
પ્રાણીશાસ્ત્રમાં હોમીનીદા ફેમીલીના સભ્યને હોમીનીડ કહે છે. આફ્રીકન
વાનર/મનુષ્યની પ્રજાતી હોમીનીદા સમુહમાં આવે છે. જેમાં ઓસ્ટ્રેલોપિથેક્સ
અને 'હોમો'ની અન્ય પ્રજાતિઓનો સમાવેશ થાય છે. આ વર્ગની પ્રજાતિઓ એકબીજાથી
ઘણી રીતે અલગ પડે છે પરંતુ તેમની સમાન ખાસીયતોમાં બે પગે ટટ્ટાર ચાલવાની
રીતભાત મુખ્ય છે.
લ્યુસીનાં પગના હાડકાં બતાવે છે કે તે ભુમી ઉપર બે પગે ચાલતી હતી. તેનો
શારીરિક બાંધો ટટ્ટાર ઉભા રહી શકાય તેમ ઘડાયો હતો. તેની કરોડરજ્જુ આ વાતનો
પુરાવો આપે છે. 'લ્યુસી'નાં અવશેષો ઓસ્ટ્રેલોપિથેક્સ આફ્રિનસીસ પ્રજાતિનાં છે.
હાદાર ક્ષેત્રમાં મળી આવેલ અસ્થી પીંજરમાં પુરુષનાં હાડપીંજર મોટા અને માદાના
હાડપીંજર નાના કદનાં છે. જેના પરથી 'લ્યુસી' માદા હોવાનું નક્કી કરવામાં
આવ્યું હતું.
લ્યુસીનાં ડહાપણની દાઢ અને તેનાં ઘસારા ઉપરથી વૈજ્ઞાાનીકો તેને પુખ્ત
વયની વ્યક્તિ માને છે. જ્યારે 'લ્યુસી'નું અવસાન થયું ત્યારે તે
ભરજુવાનીમાં હતી ! આખરે તેનું અવસાન કઈ રીતે થયું હતું?
CT સ્કેન : મૃત્યુનું રહસ્ય ખોલે છે
૧૯૮૦નાં દાયકામાં એ એન્થ્રોલોજી/નૃવંશ શાસ્ત્રનાં વિષયમાં ગ્રેજ્યુએશનનો
કોર્સ કરતો હતો. ૧૯૭૪માં શોધાયેલાં ઓસ્ટ્રેલોપિથેક્સ આફ્રેનસીસનાં
'લ્યુસી' નામનાં અશ્મિઓ તેમનાં અભ્યાસ ક્રમમાં સામેલ હતા. ઈથોપીયાનાં હાડકા
ક્ષેત્રમાંથી મળી આવેલાં, આ હાડકાં ૩૧.૮૦ લાખ વર્ષ પ્રાચીન હતાં. હાડકા
ઉડીને આંખ ખેંચે તેવી ક્રેક/તીરાડ અને ફ્રેક્ચર/અસ્થીભંગ દેખાતો હતો.
કેટલાંક નિષ્ણાંતો માનતા હતાં કે આ ફ્રેક્ચર/ તિરાડ 'લ્યુસી'નાં અવસાન બાદ, પેદા
થઈ હતી.લ્યુસીનાં શોધક ડોનાલ્ડ જોહનસનનું માનવું પણ એવું જ હતું. લ્યુસીનાં અવસાન બાદ હાડકાનું અશ્મીમાં રૃપાંતર થવાની પ્રક્રિયામાં હાડકામાં ફ્રેક્ચર પેદા થયું હતું. જે ભૌગોલિક બળોનાં દબાણનાં કારણે હતું. હાદાર ક્ષેત્રમાંથી મળી આવેલા હાથી, ગેંડા અને વાનરનાં અશ્મીમાં પણ આ પ્રકારનાં ફ્રેક્ચર જોવા મળ્યા હતાં.
૨૦૦૭થી
લ્યુસીનાં અશ્મીઓ, અમેરિકાનાં મ્યુઝીયમમાં પ્રદર્શનનાં ભાગરૃપે છ
વર્ષની યાત્રા પ્રવાસે આવ્યા હતાં. પ્રદર્શનનું નામ હતું 'લ્યુસી'સ લેગસી'
- ધ હિડન ટ્રેઝર ઓફ ઈથોપીયા. ૨૦૦૮માં પ્રદર્શન અમેરિકાનાં હ્યુસ્ટન ખાતે
આવેલ મ્યુઝીઅમમાં પહોંચે છે. પ્રો. જ્હોન કેપેલમેનને ૧૯૮૦નાં દાયકામાં કરેલ
ગ્રેજ્યુએશનનો અભ્યાસ યાદ આવે છે. તેમને યાદ આવે છે કે હાડકામાં અનોખા
પ્રકારનાં ફ્રેક્ચર છે. હવે તેમનાં માટે વધારે સંશોધન કરવાનો મોકો મળ્યો
હતો. પ્રદર્શન તેમનાં જ શહેર નજીક આવી પહોંચ્યું હતું. ઈથોપીઆની સરકારની
મંજુરી લઈને તેઓએ પોતાનું સંશોધન શરૃ કર્યું. હ્યુસ્ટનમાં પ્રદર્શન ખતમ
થતાં જ 'લ્યુસી'ને ખુબજ ખાનગી રાહે યુનિ. ઓફ ટેક્સાસમાં લાવવામાં આવી.
અમુલ્ય ખજાનાની સિક્યોરિટી માટે એ ખુબજ જરૃરી હતું.
દસ દિવસ સુધી લ્યુસીનો ૨૪ કલાક અભ્યાસ કરવામાં આવ્યો હતો.
હાઈરીઝોલ્યુશનવાળા સીટી સ્કેન મશીન વડે હાડકાની ૩૫ હજાર સ્લાઈડ તૈયાર
કરવામાં આવી હતી. જો આ સીટી સ્કેન કરવામાં ન આવ્યું હોત તો, લ્યુસીનાં
મૃત્યુનો ભેદ ક્યારેય ખુલત નહીં.
લ્યુસીનાં હાડકા ખનીજયુક્ત ખડકમાં ફેરવાઈ ગયા હતાં. આમ છતાં 'લ્યુસી'
પ્રત્યેની ચાહત અને ટેકનોલોજીનાં કમાલે મૃત્યુનાં રહસ્યને આખરે ઉજાગર કરી
દીધું છે. પ્રો. કેપેલમેન કહે છે કે ''હાડકાંનું સ્કેનીંગ કરતાં માલુમ પડયું કે
ઘણા બધા ફ્રેક્ચર 'લીલી લાકડી' ગ્રીન સ્ટીક બ્રેક જેવા હતાં, જે જીવંત હાડકા
વાગે ત્યારે જ જોવા મળે તેવું ફ્રેક્ચર હતું. એટલે એક વાત નક્કી થઈ ગઈ કે આ
ફ્રેકચર લ્યુસી જીવતી હતી ત્યારે થયા હતાં સામાન્ય રીતે છાતીની
પાંસળીમાંની પ્રથમ પાંસળી ભાગ્યે જ ફ્રેક્ચર થાય છે કારણકે તેનું બંધારણ
એવું હોય છે કે તે ખુબજ આઘાત ખમી શકે છે. જ્યારે લ્યુસીની છાતીની પાંસળી
તુટેલી હતી. મતલબ તે ખુબજ ઉંચાઈએથી પછડાઈ હતી. લ્યુસીનાં બાવડાનાં હાડકામાં
પણ ફ્રેક્ચર જોવા મળ્યું છે. જે એક પઝલ જેવું છે. સંશોધકોએ લ્યુસીનો 3D
મોડલ બનાવીને અભ્યાસ કર્યો છે. હાડકાનાં તબીબોનો અભિપ્રાય પણ લેવામાં આવ્યો
હતો. બધાજનો જવાબ એક જ હતો. ઉંચાઈએથી ઉંધા માથે પટકાવાથી, આ ફ્રેક્ચર થયા
હતાં.''
ડો. કેપેલમેનનો હાઈપોથીસીસ મુજબ લ્યુસી ઝાડ ઉપરથી જમીન પર પટકાતાં
મૃત્યુ પામી હતી. જમીન પર પડયા બાદ તેને ખભાનાં હાડકાં તુટવાનો અહેસાસ થયો
હતો. ઈથોપીયાની સરકારે લ્યુસીનાં જમણા ખભા અને ડાબા પગના ઘુંટણની 3D ફાઈલ
ઓનલાઈન રજુ કરવાની પરવાનગી આપી છે. ૨૦૧૩માં 'લ્યુસી'નો રસાલો, અમેરીકાનાં
મ્યુઝીયમમાં પ્રદર્શીત થઈ ફરી પાછો ઈથોપીયા પહોંચી ગયો છે.
ડોનાલ્ડ જોહાનસન : મનુષ્ય મુળિયાની શોધ
મનુષ્ય પ્રજાતીનાં મુળીયા શોધવાનાં નૃંવશશાસ્ત્રનાં લોકપ્રિય સ્કોલર
એટલે ડોનાલ્ડ જોહનસન. જેમણે ૧૯૭૪માં ૩૧.૮૦ લાખ પ્રાચીન 'લ્યુસી'નાં માનવ
અશ્મીઓ શોધીને વિજ્ઞાન જગતમાં ડંકો વગાડી દીધો હતો. ૨૦ સદીની મહત્ત્વની
ઘટનાઓનાં 'લ્યુસી'ની શોધની અવશ્ય નોંધ લેવી જ પડે. 'લ્યુસી' મનુષ્ય અને
વાનરનાં મિશ્રણની જેવી રચના છે. જેનો પ્રોજેક્ટીંગ ચહેરો અને નાનું મગજ
તેને મનુષ્યની નજીક મુકે છે.
સ્વીડીશ દેશાંતરવાસી દંપતીનું સંતાન એટલે ડોનાલ્ડ જોહાનસન. ડોનાલ્ડનો
જન્મ ઈલીનોઈસનાં ચિકોગો શહેરમાં ૧૯૪૩માં થયો હતો. તેઓ બે વર્ષનાં હતાં
ત્યારે જ તેમનાં પિતાનું અવસાન થયું હતું. તેમની માતાએ ડોનાલ્ડનો ઉછેર
કર્યો હતો. તેમનાં પડોશમાં એક નૃવંશશાસ્ત્રી રહેતા હતાં. તેમણે ડોનાલ્ડને
વિજ્ઞાનનો અભ્યાસ કરવાની સલાહ આપી હતી. કોલેજની પ્રવેશ પરીક્ષામાં
ડોનાલ્ડનો દેખાવ ખરાબ રહ્યો હતો. ૧૯૬૬માં તેમણે એન્થ્રોલોજીમાં બેચલરની
ડીગ્રી મેળવી હતી. અમેરીકન નૃવંશશાસ્ત્રી એફ.ક્લાર્ક હોવેલ સાથે
પત્રવ્યવહાર કર્યા બાદ, યુની. ઓફ ચિકાગોમાં તેમનાં માર્ગદર્શનમાં ડોનાલ્ડે
૧૯૭૦માં માસ્ટર ડીગ્રી અને ૧૯૭૪માં ડોક્ટરેટની ડીગ્રી મેળવી હતી. ૧૯૭૪ થી
૧૯૮૧ વચ્ચે ક્લીવલેન્ડ મ્યુઝીયમ ઓફ નેચરલ હિસ્ટ્રીનાં તેઓ ક્યુરેટર રહ્યા
હતાં. ૧૯૭૨માં કેટલાક સહકાર્યકર સાથે ડોનાલ્ડ ઈથોપીયાના અફાટ ત્રિકોણ
વિસ્તારમાં ફિલ્ડ વર્ક માટે પહોંચ્યા હતા.
૧૯૭૪માં AL-288-1 નામનાં ફોસીલ્સનો જથ્થો તેમણે શોધી કાઢ્યો હતો. જે
'લ્યુસી' નામે પ્રખ્યાત છે. ૧૯૭૬ બાદ ઈથોપીયાની રાજકીય પરિસ્થિતિએ પલટો
ખાતા, ડોનાલ્ડને અમેરિકામાં પાછા ફરવું પડયું હતું. ડોનાલ્ડ તેમનાં
પ્રવચનો, ઈન્ટરવ્યુ, પુસ્તકો અને દસ્તાવેજી ફિલ્મો દ્વારા એનથ્રોપોલોજી અને
મનુષ્યનાં મુળીયા શોધવાનાં પ્રયત્નોને લોકો સામે લાવી રહ્યાં છે. તેમણે
લ્યુસીને કેન્દ્રમાં રાખીને 'લ્યુસી'સ લેગસી : ધ ક્વેસ્ટ ફોર હ્યુમન ઓરજીન'
પુસ્તક ૨૦૦૯માં પ્રકાશીત કર્યું હતું. તેમના ૧૯૮૧માં લખાયેલા પુસ્તક :
લ્યુસી : ધ બીગીનીંગ ઓફ હ્યુમનકાઈન્ડને નેશનલ બુક એવોર્ડ મળ્યો હતો.
ઘાસના મેદાનો : મનુષ્ય ઉત્ક્રાન્તિનો આધાર
વૈજ્ઞાાનિકોએ પુર્વ આફ્રિકાની વનસ્પતિનો ૨.૪૦ કરોડ વર્ષ પહેલાંથી અત્યાર
સુધીનો ઈતિહાસ 'ડેટા બેંક' તરીકે વિકસાવી રહ્યાં છે. પુર્વ આફ્રિકામાં
ઘાસનાં મેદાનો પેદા થવાની શરૃઆત એક કરોડ વર્ષ પહેલાં થઈ હતી.
ચિમ્પાન્ઝીમાંથી અલગ પડીને મનુષ્ય બનવાની પ્રક્રિયા આશરે ૭૦ લાખ વર્ષે
પહેલાં શરૃ થઈ હતી. ત્યારથી નર-વાનરની શરીર રચના અને વર્તણુકમાં ફેરફાર થતો
આવ્યો છે. રૃંછાવાળા વાનરમાંથી વાળ વગરનાં વાનર બનીને મનુષ્ય
ઉત્ક્રાન્તિની એક આખી પ્રક્રિયામાંથી પસાર થઈ ચુક્યો છે. શા માટે આપણા
પુર્વજો વૃક્ષો છોડીને ઘાસનાં મેદાનોમાં આવ્યા? શા માટે તેમણે ટટ્ટાર બની
બે પગે ચાલવાની શરૃઆત કરી? આ બધા સવાલો પ્રાગ-ઐતિહાસિક નૃવંશશાસ્ત્ર માટે
ખુબજ મહત્ત્વનાં છે. કેટલાંક નિષ્ણાંતો માને છે કે આ બધા જ સવાલોનો જવાબ તે
સમયનાં આફ્રિકામાં થઈ રહેલાં 'આબોહવાનાં ફેરફારો' છે.
ઘાસનાં મેદાનો ૨૦ લાખ વર્ષ પૂર્વે તેમની ચરમસીમાએ પહોંચી ચુક્યા હતાં.
મતલબ કે 'લ્યુસી' અને તેમનાં કુટુંબીજનો ઘાસનાં મેદાનમાં રહેવા ટેવાઈ
ચુક્યાં હતાં. રહેઠાણનો પ્રકાર બદલાતા તેમની શરીર રચનામાં નવા પરીસરમાં
ઓતપ્રોત થયાં, નવાં ફેરફારો થવા લાગ્યા હતાં. તેઓ હવે વૃક્ષો છોડીને ખુલ્લા
મેદાનોમાં દિવસભર રખડતા હતાં. કદાચ રાત્રે સ્વરક્ષણ અને સંતાનોનાં બચાવ
માટે તેઓ વૃક્ષો પર આશરો લેતા હતાં. જમીન ઉપર આવ્યા બાદ, મનુષ્યનાં પુર્વજો
પત્થરનાં ઓજારો વિકસાવવાનું અને શિકારનું આયોજન કરવાનું શીખ્યા હતાં.
મનુષ્ય ઉદ્વિકાસ : ઐતિહાસિક સીમાચિન્હો
૫.૫૦ કરોડ વર્ષ પુર્વે : પ્રથમ નર-વાનર (પ્રિમેટ)નો ઉદ્ભવ
૧.૫૦ કરોડ વર્ષ પુર્વે : ગીબનમાંથી હોમીનીકા (ગ્રેટ એપ)નો વિકાસ
૮૦ લાખ વર્ષ પુર્વે : ગોરીલાનો ઉદ્ભવ થયો જે છેવટે ચિમ્પાન્ઝી અને મનુષ્ય તરફ આગળ વધ્યા.
૪૦ લાખ વર્ષ પુર્વે : વાનર જેવાં શરૃઆતનાં મનુષ્યનો જન્મ જેમનું મગજ ચિમ્પાન્ઝી કરતાં મોટું ન હતું.
૩૯ થી ૨૯ લાખ વર્ષ પુર્વે : આફ્રિકામાં ઓસ્ટ્રેલોપિથેક્સ આફ્રેન્સીસનો વસવાટ.
૩૨ લાખ વર્ષ પુર્વે : ઓસ્ટ્રેલોપિથેક્સ આફ્રીકેન્સનો વસવાટ
૨૭ લાખ વર્ષ પુર્વે : પેરેન્થ્રોપસનો વસવાટ, ચાવવા માટે ભરાવદાર જડબા
૨૩ લાખ વર્ષ પુર્વે : આફ્રિકામાં હોમો-હેબેલીસનો ઉદ્ભવ
૧૮.૫૦ લાખ વર્ષે : મનુષ્યનો આધુનિક ગણાય તેવાં હાથની ઉત્ક્રાંતિ
૧૮.૦૦ લાખ વર્ષ પુર્વે : હોમો-ઈર્ગાસ્ટરનાં અશ્મીઓનો સમયગાળો
૧૬.૦૦ લાખ વર્ષ : કુહાડીની શોધ સાથે પ્રથમ ટેકનોલોજીકલ વિકાસ
૮.૦૦ લાખ વર્ષ : મનુષ્ય અગ્નિ પ્રગટાવતા શીખ્યો : મગજનું કદ અચાનક વધ્યું
૪.૦૦ લાખ વર્ષ : યુરોપમાં અને એશિયામાં નિએન્ડરથાલનો ઉદ્ભવ.
૨.૦૦ લાખ વર્ષ : આધુનિક મેધાવી માનવી - હોમોસેપીઅનનો જન્મ
9/11/2016 09:16:00 pm | Labels: Donald Johanson, history of Mankind, homo erectus, Homo-sepians, Lucy, mystery of Lucy. | 0 Comments
Subscribe to:
Posts (Atom)
Powered by Blogger.
મારાં અન્ય બ્લોગ્સ
- આઇસમેન ''ઉત્ઝી'' :સિલ્વર જ્યુબિલીની સસ્પેન્સ સ્ટોરી !
- બેટલ ટેન્ક @ 1૦૦: ઈતિહાસ અને યુધ્ધનાં પાસા બદલવાની તાકાત ધરાવનાર વાહન અને વેપન
- સ્ટીફન બેક્ષ્ટરની સાય-ફાય નોવેલ 'પ્રોક્સીમા': સ્ટાર ટ્રેક સિરિઅલની ગોલ્ડન જ્યુબીલીએ બનેલી ફિકશન-ફેક્ટ સંગમની અનોખી ઘટના
- લ્યુસી : વો ભૂલી દાસ્તાન લો ફીર યાદ આ ગઈ....
- સૂર્ય ગ્રહમાળાની બહાર મળી આવેલો નવો ગ્રહ : 'પ્રોક્સીમા સેન્ટોરી બી'
- સુપર સ્પોર્ટસ વુમન :ઓલિમ્પિક રમતોત્સવમાં સ્ત્રી-પુરૃષ વચ્ચેની જૈવિક ભેદ રેખા સમસ્યા બને ત્યારે !
- સુપરનોવા : બ્રહ્માંડમાં થઇ રહેલા શક્તિશાળી બોમ્બ વિસ્ફોટો
- ડાર્ક મેટર: રહસ્યમય અંધકાર ક્યારે દૂર થશે ?
- દ-વિન્સીનો ડિએનએ ટેસ્ટ : લિઓનાર્દોનાં અવસાનની ૫૦૦મી વર્ષગાંઠ નિમિત્તે અનોખી ભેટ
- સ્કેન પિરામિડ: ઈજિપ્તનાં પ્રાચીન રહસ્યો ઉકેલવાનું ''મિશન''
- મનુષ્ય ઉત્ક્રાંતિનાં ઈતિહાસને ગુંચવતાં ચાઇનીઝ ફોસીલ્સની સમસ્યા...
- વરચ્યુઅલ રીઆલીટી, પોર્નોગ્રાફી અને સેક્સ રોબોટનો ત્રિવેણી સંગમ:મનુષ્યની આવતીકાલ બદલી નાખશે!!.
- દુનિયાનું વિશાળકાય 'વિન્ડ ટર્બાઈન' ડેનમાર્કમાં આકાર લઈ રહ્યું છે!
- ટાર્ગેટ મુન : ફરીવાર ચંદ્ર ઉપર ચઢાઈ કરવાનો સમય પાકી ગયો છે.
- બ્રેઈન સ્કેન: એલન મસ્ક, માર્ક ઝુકરબર્ગ, લારી પેજ અને એન્ડી રૃબીનનાં મગજમાં ચાલતા ભવિષ્યનાં આઈડિયા...
- Akhenaten
- Andy Ruben
- Apocalypse
- Armageddon.
- Astro-Biology
- Biology
- Black holes
- Brain
- Brain Scan
- Britain
- Buzz Aldrin
- DNA test
- Dark Matter
- Donald Johanson
- Dutee chand
- ESA
- ESO
- Egyptian history
- Elon Musk
- Evolution
- Exo-Mars
- France
- Francesco Melzi
- Genetics
- Germany
- Gravitational waves.
- Gravity
- Hitler
- Homo-sepians
- Howard Carter
- ISRO
- Iceman
- Indian space programe
- Japan
- KEPLAR SPACE TELESCOPE
- King Tut
- LIGO
- LSD
- LUX
- Larry Page
- Law of Friction
- Law of gravity
- Leonardo Da Vinci
- Lucy
- MACHOs
- MOND
- Mark Zukerberg
- Monalisa
- NASA
- Nefertiti
- Nuclear Attack
- Olympic games
- Ordinary Matter
- Otzi
- Pearl harbor
- Pharaoh
- Proxima Centauri
- Pyramid
- RICHARD BRANSON
- RLV-TD
- Rev. Roberts Evans
- Space IL
- Space Science
- Space shuttle
- Spaceship-2
- Species
- Stephen Hawking
- Supernova
- Theory of Relativity
- Tutankhamun
- VIRTUAL ENVIRONMENT
- VR
- WIMPs
- WMAP
- Winston Churchill
- World War
- Zahi Hawas
- adoration of the magi
- battle tank
- chromosome
- craig venter
- dark Energy
- dooms day
- exoplanet
- fritz zwicky
- history of Mankind
- homo erectus
- moon express
- moon mission
- mystery of Lucy.
- population zero
- psychedelic science
- scan pyramid
- space plan
- super luminous supernova
- testosterone
- the aftermath
- the last supper
- virtual reality
- visionary & Drugs.
- world without us
- zombie
- ઈસરો