Showing posts with label Supernova. Show all posts
Showing posts with label Supernova. Show all posts
સુપરનોવા : બ્રહ્માંડમાં થઇ રહેલા શક્તિશાળી બોમ્બ વિસ્ફોટો
Pub. Date: 21.08.2016.
પૃથ્વી
પર દરરોજ ક્યાંક ક્યાંક બોમ્બ વિસ્ફોટ થતાં જ રહે છે. ત્રાસવાદ જાણે
લોકોનાં જીવનનો એક ભાગ થઇ ગયો છે. બ્રહ્માંડમાં પણ અવનવા બોમ્બ બ્લાસ્ટ થયા
કરે છે. અહી વિશાળકાય તારાઓ તેમની મૃત્યુની અંતિમ વિશાળ ઉર્જા ધરાવતાં
બોમ્બ બ્લાસ્ટ માફક ફાટીને મૃત્યુ પામે છે. બ્રહ્માંડમાં તારાંઓનો ગર્ભ
બંધાવવો, જન્મ થવો અને મૃત્યુ થવું એ ખુબ જ સામાન્ય ઘટનાં છે.
જો
કે તારાં જે રીતે મૃત્યુ પામે છે તે ઘટનાં અલૌકીક છે. સુર્ય કરતાં
વિશાળકાય તારાંઓ મૃત્યુ પામે છે તે ઘટનાને વૈજ્ઞાાનિકો 'સુપરનોવા' તરીકે
ઓળખે છે. ખગોળશાસ્ત્રીઓ અને વૈજ્ઞાાનિકોને તાજેતરમાં દુર્લભ કહી શકાય તેવાં
સુપરનોવા વિસ્ફોટ જોવા મળ્યાં છે. ૧૯૮૭માં પૃથ્વીથી ૧.૬૮ લાખ પ્રકાશ વર્ષ
દુર આવેલ વિશાળ તારો ફાટયો હતો. તેનો વિસ્ફોટ પૃથ્વીવાસીઓએ નિહાળ્યો હતો.
વિસ્ફોટનાં
બે દાયકાબાદ, વિસ્ફોટમાં પેદા થયેલ અવાજને વૈજ્ઞાાનિકોએ રેકોર્ડ કર્યો છે.
આ ઉપરાંત તાજેતરમાં ખગોળશાસ્ત્રીઓએ અનોખો સુપરનોવાં વિસ્ફોટ જોયો છે.
સામાન્ય રીતે તારાંના મૃત્યુ દરમ્યાન એકવાર વિશાળ વિસ્ફોટ જોવા મળે છે.
જ્યારે હાલમાં એક સુપરલ્યુમીનસ સુપરનોવા વિસ્ફોટમાં તારાંનો મૃત્યુઘટના
દરમ્યાન બે વાર વિસ્ફોટ થયેલો જોવા મળ્યો હતો. સુપરનોવા બ્રહ્માંડનાં
ઇતિહાસનું એક વિસ્ફોટક પ્રકરણ છે. જેમાં તારાંઓનો ભુતકાળ અને બ્રહ્માંડનાં
રહસ્ય ખુલે છે.
સુપરનોવા બ્લાસ્ટ : ભુતકાળની સફર
બ્રહ્માંડમાં,
આકાશગંગામાં જન્મેલા દરેક 'તારા'ની મૃત્યુ નામની અંતિમ અવસ્થામાં
'સુપરનોવા' વિસ્ફોટમાં પરીણમતી નથી. મોટાભાગનાં તારાંઓની અંતિમ અવસ્થા
'કેમ્પ ફાયર'નો બુઝાતા તાપણાં જેમ બુઝાઈ જાય છે. સામાન્ય રીતે આપણાં સુર્ય
કરતા આઠથી ૨૦ ગણો માસ-દ્રવ્ય ધરાવતો અતિ વિશાળકાય તારાંનું મૃત્યુ
'સુપરનોવા'વિસ્ફોટ તરીકે થાય છે. જેનો પ્રકાશ આપણાં સુર્યનાં પ્રકાશનો કુલ
સરવાળા જેટલો થાય છે.
સામાન્ય
રીતે આપણી પોતાની આકાશગંગા, 'મંદાકીની' મિલ્કી વેમાં વારંવાર સુપરનોવા
વિસ્ફોટ થતો જોવા મળતો નથી. આપણી આકાશગંગાનો છેલ્લો સુપરનોવા વિસ્ફોટ
૧૬૦૪માં જ્હોનીસ કેપલરે નિહાળ્યો હતો. જેની નોંધ છે. આ વિસ્ફોટ ૬.૫૦ હજાર
પ્રકાશવર્ષ દુર થયો હતો. વિસ્ફોટનો પ્રકાશ ધોળા દિવસે, હા, પ્રકાશીત દિવસે
પણ દેખાતો હતો. સતત ત્રણ અઠવાડીયા સુધી દિવસે પણ પ્રકાશ દેખાતો હતો. જ્યારે
લાગલગાટ બે વર્ષ સુધી વિસ્ફોટનો પ્રકાશ નરી આંખે રાત્રે જોઈ શકાતો હતો.
નાસાનાં ટેલિસ્કોપ દ્વારાં આપણી મંદાકીનીનો છેલ્લો 'સુપરનોવા વિસ્ફોટ'નાં
અવશેષો પકડી પાડવામાં આવ્યા છે. જે એક સદી પહેલાં થયેલાં વિસ્ફોટનાં દ્રશ્ય
છે.
સામાન્ય
રીતે ટાઈપ-૧ પ્રકારનો સુપર નોવા વિસ્ફોટ બાયનરી સ્ટાર/ જોડીયા તારાઓની
પ્રણાલીમાં થતો જોવા મળે છે. ટાઈપ-૨ પ્રકારનો વિસ્ફોટ અતિશય વિશાળકાય કદનો
તારો પોતાનાં નાભીકીય બળતણને ખલાશ કરીને, પોતાનાં ગુરૃત્ત્વાકર્ષણથી તુટી
પડે છે ત્યારે થાય છે. આ પ્રકારનાં તારાનું કદ આપણા સુર્ય કરતાં ૮થી૧૫ ગણુ
વધારે હોવું જોઇએ.
સુપરનોવા
વિસ્ફોટમાં ૧ની પાછળ ૪૪ ઝીરો લગાવીએ, એટલી ઉર્જા જુલ એકમમાં મુક્ત થાય
છે. આપણો સુર્ય તેનાં ૧૦ અબજ વર્ષનાં સમગ્ર જીવનકાળમાં જેટલી ઉર્જા મુક્ત
કરે છે. તેટલી ઉર્જા એટલે ૧ની પાછળ ૪૪ ઝીરો લગાવીએ, એટલી ઉર્જા . તારાંનાં
નાભીકેન્દ્રમાં ઇલેક્ટ્રોલ પ્રોટોનનું સંયોજન થાય છે. ત્યારે ન્યુટ્રોન
પેદા થાય છે. આ પ્રક્રિયામાં અસંખ્ય 'ન્યુટ્રીનો' નામનાં સુક્ષ્મકણો
બ્રહ્માંડમાં મુક્ત થાય છે. આપણી 'મંદાકીની'નાં કદની આકાશગંગામાં, લગભગ દર
૫૦ વર્ષે એકાદ 'સુપરનોવા' વિસ્ફોટ થાય છે. જ્યારે આપણા સૂર્ય કરતાં અન્ય
તારાં ૨૦ થી ૩૦ ગણા મોટા હોય ત્યારે તેઓ સુપરનોવા વિસ્ફોટમાં મૃત્યુ પામતા
નથી,પરંતુ તેમનાં ગુરૃત્ત્વાકર્ષણનાં બળનાં જોરે 'બ્લેક હોલ્સ' બની જાય છે.
રેવ. રોબર્ટ ઇવાન્સ : અવકાશી શિકારી...
જ્યારે
આકાશ સ્વચ્છ હોય અને ચંદ્રનો પ્રકાશ વધારે ન હોય ત્યારે રેવરેન્ડ રોબર્ટ
ઇવાન્સનો દિવસ શરૃ થાય છે. ઓસ્ટ્રેલીયાનાં સીડનીથી ૮૦ કી.મી. દુર આવેલ
બ્લ્યુ માઉટેન્સ વિસ્તારમાં રોબર્ટ ઇવાન્સનું ઘર આવેલું છે. માત્ર આંખ અને
નજરને ટેલીસ્કોપમાંથી પસાર કરી તેમણે, બ્રહ્માંડમાં 'સુપરનોવા' શોધવાનો એક
જબરજસ્ત વિક્રમ નોંધાવ્યો છે.
૧૯૮૧થી
૨૦૦૮ સુધીમાં તેમણે ૪૨ જેટલાં 'સુપરનોવા' વિસ્ફોટ શોધી કાઢ્યાં છે. એક
બાજુ ચર્ચ અને ધાર્મીક પ્રવૃત્તિ બીજી બાજુ સુપરનોવા વિસ્ફોટનાં શિકારીનું
અદભૂત કામ આવું કોમ્બીનેશન જવલ્લે જોવા મળે છે. 'સુપરનોવા' શોધવાની શોધ
તેમણે ૧૯૫૫થી શરૃ કરી હતી. અને... પ્રથમ શિકાર થયો ૧૯૮૧માં, તેમની ધીરજ અને
ટકી રહેવાની ક્ષમતાને સલામ કરવી જોઇએ.
૧૯૬૮માં
તેમણે ૧૦ ઇંચનું ન્યુટોનીઅલ ટેલીસ્કોપ જાતે જ એસેમ્બલ કર્યું હતું. ૪૨
'સુપરનોવા' શોધનાર શિકારી કોઈ વિશાળ ઓબ્ઝરવેટી ધરાવતો હોવો જોઇએ અથવા તેમાં
કામ કરતાં હોવો જોઇએ. તેવી લાગણી આપણને થાય. પણ ખબર પડે કે ૧૦ થી ૧૪
ઇંચનાં ટેલીસ્કોપથી તેમણે વિશ્વ રેકોર્ડ નોંધાવ્યો છે. ત્યારે અહોભાવ બમણો
થઇ જાય.
૧૯૯૫-૯૭
વચ્ચે તેમને સાઈડીંગ સ્પ્રીંગ ઓબ્ઝરવેટરી વાપરવા માટે ૧૧૦ રાત્રી
ફાળવવામાં આવી હતી. જેમાંથી માત્ર ૫૦-૫૫ રાત્રીઓ અવલોકન માટે, ઉપયોગી બને
તેવી હતી. જેમાં દસ હજાર આકાશગંગાઓને ફંફોળીને ત્રણ 'સુપરનોવા' 'વિઝ્યુઅલી'
શોધી કાઢ્યા.ચાર 'સુપરનોવા' ફોટોગ્રાફીઝ પ્લેટ ઉપર શોધી કાઢ્યા હતાં.
આકાશગંગાઓને
યાદ રાખવાની અને મૃત્યુ પામતાં તારાનો પ્રકાશ શોધવાની તેમની ક્ષમતા એક
'ગોડ ગીફ્ટ' છે. જે કામ ઓટોમેટીક ઇમેજીંગ ટેલીસ્કોપને કરવામાં મુશ્કેલી પડે
તેવાં કામ ઇવાન્સ અતિશય ઝડપે અને આરામથી કરી બતાવે છે. એક કલાકમાં તેઓ,
અંધારાં આકાશમાં છુટી છવાઈ ૫૦ જેટલી આકાશગંગા તે ફેંદી નાખે છે. 'કન્યા'
નક્ષત્રની ૧૨૦ આકાશગંગા માત્ર એક કલાકમાં ફંફોસી નાખે છે, અને તેમાં જોવા
મળતો ફેરફાર તેઓ નોંધી શકે છે. ૧૯૮૩માં તેમણે નવા પ્રકારનો સુપરનોવા
વિસ્ફોટ 'ટાઈપ ૧એ' શોધી કાઢ્યો હતો.
ઓસ્ટ્રેલીયાનાં
હેઝેલબુકમાં રહેનાર ઇવાન્સ, ૧૨ ઇંચનાં તેમનાં ટેલીસ્કોપથી સુપરનોવાનો
શિકાર કરી રહ્યાં છે. દિવસે પુસ્તક લખે છે. તેમને અનેક એવોર્ડ મળ્યાં છે.
નવી ટેકનોલોજીમાં CCD કેમેરા લગાડેલ ટેલિસ્કોપ અને કોમ્પુટર વડે , નવા
નિશાળિયા શોખીનો ટેલિસ્કોપ માં નજર નાખ્યા વિનાજ સુપરનોવા શોધી શકે છે.
નવી ટેકનોલોજીનો પગપેસારો રોબર્ટ ઇવાન્સને ગમ્યો નથી. ટેલીસ્કોપ જ તેનાં
માટે સર્વસ્વ છે.
ફિટ્ઝ ઝવીકી : આઈડીયાની ખોજ
'સુપર નોવા' શબ્દને જન્મ આપનાર વૈજ્ઞાાનિકનું નામ છે. 'ફ્રિટઝ ઝવીકી' બલ્ગેરીયામાં જન્મેલા અને સ્વિઝરલેન્ડમાં તેમનો ઉછેર અને અભ્યાસ થયો. જીંદગીનો મોટો ભાગ તેમણે અમેરિકાની વિશ્વપ્રસિધ્ધ 'કેલટેક'. (કેલીફોર્નીયા ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી)માં વિતાવ્યો હતો. એક ખ્યાતનામ એસ્ટ્રોફીજીસ્ટનું ખગોળવિધા અને બ્રહ્માંડ વિધામાં પ્રદાન અનન્ય છે. ૧૯૨૫માં કેલટેકનાં ખ્યાતનામ વૈજ્ઞાાનિક રોબર્ટ મિલીકન સાથે કામ કરવા તેઓ અમેરિકા ગયા હતાં. તેઓ સનકી દીમાગ અને જલ્દી ઘર્ષણ પેદા કરે તેવી પ્રકૃતિનાં માલીક હતાં. તેમનાં સહકાર્યકર તેમને 'આઉટસ્ટેન્ડીંગ' માનતા ન હતાં. તેમનાં નજીકનાં સહકાર્યકર વોલ્ટર બાર્ડ , તકરાર થાય ત્યારે ઘણીવાર તેમને એકલાં મુકી દેતા હતાં. 'ફ્રિટઝ ઝવીકી' વોલ્ટરને જર્મન યહુદી ગણીને અપરાધી ગણતા હતાં.
જો
કે વોલ્ટર જર્મન હતાં પણ 'નાઝી' ન હતાં. એકવાર 'ઝવીકી' એ વોલ્ટરને ધમકી
આપતાં કહ્યું હતું કે 'કેલ્ટેકનાં કંમ્પાઉન્ડમાં ફરીવાર દેખાયો તો, મારી
નાખીશ.' પણ... બંનેની જોડીએ સંશોધન ક્ષેત્રે નામ કાઢ્યું હતું. ફ્રિટઝ
ઝવીકીએ ૧૯૩૦નાં દાયકામાં પરમાણુવાળી કેન્દ્ર રચનાંમાં ભાગ લેતા 'ન્યુટ્રોન'
કણ ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. ન્યુટ્રોનની શોધ
ઇંગ્લેન્ડમાં જેમ્સ ચેડવીકે કરી હતી. ઝવીકીને લાગ્યું કે તારાંનાં
કેન્દ્રમાં ઇલેક્ટ્રોન-પ્રોટોન પર અતિશય દબાણમાં આવી જાય તો , વિજભારની
દ્રષ્ટીએ તટસ્થ 'ન્યુટ્રોન' કણ જરૃર પેદા થાય. અને... છેવટે એક ન્યુટ્રોન
સ્ટારનો જન્મ થાય. તારાંની અંતિમ અવસ્થામાં તેનો મધ્યભાગ અત્યંત દબાણમાં
આવે છે ત્યારે, ન્યુટ્રોન સ્ટારનો જન્મ વિસ્ફોટ દ્વારાં થાયછે.. આ અનોખો
બોમ્બ બ્લાસ્ટ એટલે 'સુપરનોવા વિસ્ફોટ'. ૧૫ જાન્યુ. ૧૯૩૪માં 'ફિજીકલ
રિવ્યુ'માં ઝવીકી અને બાડે દ્વારાં લખાયેલ રિસર્ચ પેપર છપાયું હતું. જેમાં
અનોખો વિજ્ઞાાનનો જન્મ થયો હતો.જેમાં સુપરનોવા એક્સ્પ્લોજન કેન્દ્ર સ્થાને
હતો.
આ
લેખનું 'બોનસ' હતું "ન્યુટ્રોન સ્ટાર્સ અને સુપરનોવા વિસ્ફોટ". સુપરનોવા
વિસ્ફોટ સમયે એક રહસ્યમય પ્રક્રીયામાં નવી અજાયબી પેદા થાય છે. વૈજ્ઞાાનિકો
તેને 'કોસ્મીક રે' કહે છે. ઝવીકી અને બાડે એાપેલ નવો આઈડીયા એટલે કે
ન્યુટ્રોન સ્ટાર, ની શોધ. તેમનાં રિસર્ચ પેપરનાં ૩૪ વર્ષ બાદ, પ્રાયોગિક
રીતે ન્યુટ્રોન સ્ટારની શોધ થઈ હતી. ઝવીકીનાં દિમાગમાં અનોખા 'આઈડીયા'
આવતાં જેને ગણીતનું સ્વરૃપ વોલ્ટર બાડે આપીને વિશ્વ સમક્ષ મુક્તાં હતાં.
'બ્લેક હોલ્સ' અને 'ડાર્ક મેટર' વિશે 'ઝવીકી' ને અંદેશો આવી ગયો હતો.
પરંતુ ઝવીકી એ ભુલી ગયા કે જો 'ન્યુટ્રોન સ્ટાર' વધુ સંકોચાઈ જાય તો શું
થાય ? પાંચ વર્ષ બાદ રોબર્ટ ઓપન હાઈમરે આ સમસ્યા પર સંશોધન કર્યું. જેના
વિશે રિસર્ચ પેપર પણ પ્રકાશીત કર્યું. જેમાં ફ્રિટઝ ઝવીકીનો કોઈ ઉલ્લેખ ન
હતો. ઓપન હાઈમરની ઓફીસનો નીચેનાં ભાગમાં ફ્રિટ્ટઝ ઝવીકીની ઓફીસ હતી. જ્યાં
વર્ષોથી ફ્રિટઝ ઝવીકીએ ન્યુટ્રોન સ્ટાર પર સંશોધન કર્યું હતું. કેલ્ટેકના
વૈજ્ઞાનિકો ફ્રિટઝ ઝવીકીને પસંદ કરતા ન હતા માટે, ઓપન હાઈમરે તેના રિસર્ચ
પેપરમાં ફ્રિટઝ ઝવીકીનો કોઈ ઉલ્લેખ કર્યો ન હતો.
સુપરલ્યુમિનસ સુપરનોવા...
તાજેતરમાં
વૈજ્ઞાાનિકોએ નવા પ્રકારનાં 'સુપરનોવા વિસ્ફોટ'ની શોધ કરી છે. જેને સુપર
લ્યુમિનસ સુપર નોવા (SLSN) કહે છે. આ પ્રકારનો સુપરનોવા વિસ્ફોટ, સામાન્ય
'સુપરનોવા વિસ્ફોટ' કરતાં અતિશય તેજસ્વી અને વધારે સમય પ્રકાશીત રહે તેવો
હોય છે. અત્યાર સુધી વૈજ્ઞાાનિકોને ડઝનેક આવા વિસ્ફોટ જોવા મળ્યાં છે.
અવલોકનોમાં જોવા મળ્યું છે કે વિસ્ફોટનો પ્રકાશ, શરૃઆતમાં ખુબ જ વધારે હોય
છે. જે થોડા દિવસ પછી ઝાંખો પડી જાય છે. ત્યાર બાદ પહેલાં કરતાં વધારે
પ્રકાશીત બની જાય છે. અને... છેવટે લાંબા સમય બાદ વિસ્ફોટનો પ્રકાશ શમી જાય
છે. જો સુપરનોવા વિસ્ફોટ બે વાર થાય તો જ આવી ઘટના બને.
૨૦૧૪માં
ડિસેમ્બર મહીનામાં વૈજ્ઞાાનિકોએ DES14X3+42 નામનો સુપરનોવા વિસ્ફોટ શોધી
કાઢ્યો હતો. જે પૃથ્વીથી ૬.૪૦ અબજ પ્રકાશ વર્ષ દુર હતો. સુર્ય કરતાં૨૦૦ ગણો
દળદાર તારો પ્રથમવાર વિસ્ફોટ પામે છે ત્યારે વિસ્ફોટમાં આપણા સુર્યનાં દળ
જેટલો પદાર્થ અંતરીક્ષમાં ફંગોળે છે. બીજા વિસ્ફોટમાં તારો સ્વયં પોતાનાં
આંતરીક કેન્દ્રનો વિનાશ કરે છે. અને પુષ્કળ પ્રકાશ પેદા કરે છે. પ્રથમ
વિસ્ફોટમાં મુક્ત થયેલ પદાર્થ પણ અત્યંત ગરમ થાય છે. જેનાં કારણે વધારે
પ્રકાશ પેદા થાય છે. વૈજ્ઞાનિકો માટે આશ્ચર્યજનક બાબત એ છે કે બે વાર
વિસ્ફોટ પામતાં સુપર લ્યુમિનસ સુપરનોવા, હેવી એલીમેન્ટની અલ્પ માત્રા
ધરાવતી નાની આકાશગંગાઓમાં જ શા માટે જોવા મળે છે ?
૨૦ લાખ વર્ષ પહેલા : સજીવોનાં નિકંદન માટે કોણ જવાબદાર
એસ્ટ્રોફીનાકલ
જર્નલ લેટર્સમાં પ્રકાશીત થયેલ સંશોધન પત્ર પ્રમાણે, પૃથ્વી પર આશરે ૨૦
લાખ વર્ષ પહેલાં થયેલ અલ્પ જીવસૃષ્ટીનાં વિનાશ માટે સુપરનોવા વિસફોટ
જવાબદાર હતો. વિસ્ફોટમાં મુક્ત થયેલ અત્યંત ઝડપથી ભાગતાં, વિજભારીત કણો
ધરાવતાં કોસ્મીક રે, નિકંદન માટે જવાબદાર બન્યા હતાં. કોસ્મીક રે નાં કારણે
પૃથ્વીની આબોહવામાં બદલાવ આવ્યો હતો.જેનાં કારણે સામુહીક નિકંદન ઘટના બની
હોવી જોઇએ. નિષ્ણાંતોનાં મત પ્રમાણે તૃતિય જીવયુગનાં પ્લાયોસીન કાલખંડનાં
અંતભાગ અને ચતૃર્થ જીવયુગનાં પ્લાયસ્ટોસીન કાલખંડની શરૃઆતનાં સમયગાળામાં
સામુહીક નિકંદન માટે જવાબદાર સુપરનોવા વિસ્ફોટ થયો હતો. જીવસૃષ્ટીનાં વિનાશ
માટે જવાબદાર સુપરનોવા વિસ્ફોટ, પૃથ્વીથી મહતમ ૧૬ પ્રકાશવર્ષ કર્તા વધારે
દુર હોવો જોઇએ નહીં. જ્યારે ભુતકાળમાં થયેલ સામુહીક નિકંદન માટે જવાબદાર
ગણાતો સુપરનોવા વિસ્ફોટ પૃથ્વીથી ૩૦૦ પ્રકાશવર્ષ દુર થયો હતો. આમ
ખગોળનિષ્ણાતો પણ વિમાસણમાં મુકાઈ ગયા છે.
'સુપરનોવા' વિસ્ફોટમાં પૃથ્વીનો વિનાશ થઇ શકે છે ?
પૃથ્વીનાં
રેકોર્ડેડ ઇતિહાસમાં ડઝનેકવાર 'સુપરનોવા' વિસ્ફોટ નરી આંખે જોવા મળ્યો
હોવાની નોંધ છે. ૧૫૦૪માં ક્રેબ નેબ્યુલામાં આવો બ્લાસ્ટ જોવા મળ્યો હતો.
૧૬૦૪માં જોવા મળેલ વિસ્ફોટ ત્રણ અઠવાડીયા સુધી દિવસે પણ જોવા મળ્યો હતો.
૧૯૮૭માં લાર્જ મેંગેલેનીક ક્લાઉડમાં થયેલો વિસ્ફોટ માત્ર દક્ષિણ
ગોળાર્ધમાંથી જ જોઈ શકાયો હતો. જે ૧.૬૯ લાખ પ્રકાશ વર્ષ દુર થયો હતો. જે
સલામત અંતરે હતો. સુપરનોવા નામનાં બ્રહ્માંડનાં બોમ્બ વિસ્ફોટ સમગ્ર પૃથ્વી
પર વિનાશ વેરી શકે છે. આપણો સુર્ય એટલો વિશાળ નથી કે સુપરનોવા વિસ્ફોટમાં
મૃત્યુ પામે. પરંતુ ..
માની લો કે પૃથ્વીની નજીક ક્યાંક સુપરનોવા વિસ્ફોટ થાય તો શું થાય ?
પૃથ્વીનો
સર્વનાશ કરી શકે તેવો સુપરનોવા વિસ્ફોટ, પૃથ્વીથી દસેક પ્રકાશવર્ષનાં
અંતરે થવો જોઇએ. સર્વનાશ માટે ખતરાની ઘંટડી , વિસ્ફોટમાં થતી ઊર્જા,
રેડીયેશન અને કોસ્મીક રે વગાડે છે. પૃથ્વીનાં ધ્રુવ પ્રદેશ પર દેખાતી
'ધ્રુવજ્યોતી' પૃથ્વીનાં અનેક સ્થળેથી જોવા મળે. પ્રકાશથી આખુ આકાશ ઉભરાઈ
જાય. જે સારી વાત ન ગણાય. આ ઘટનાનાં કારણે પૃથ્વીનાં 'મેગ્નેએટોસ્ફીયર'નો
ખુરદો બોલી જાય. બ્રહ્માંડમાંથી આવતાં ખતરનાક રેડિયેશન અને અલ્ટ્રાવાયોલેટ
કિરણોથી આપણને, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અને મેગ્નેટો-સ્ફીયર બચાવે છે.
જો મેગ્નેટોસ્ફીયર ન બચે તો, ઓવનમાં બળેલા પિઝાની માફક, જીવસૃષ્ટી શેકાઈ
જાય અને પૃથ્વી પર સર્વનાશ થઇ જાય.
8/21/2016 05:18:00 pm | Labels: fritz zwicky, Rev. Roberts Evans, super luminous supernova, Supernova | 0 Comments
ડાર્ક મેટર: રહસ્યમય અંધકાર ક્યારે દૂર થશે ?
Pub. Date: 14.08.2016
૨૧
જુલાઈ, ૨૦૧૬. સ્થળ: શેફીલ્ડ, યુનાઇટેડ કિંગ્ડમનો એક કોન્ફરન્સરૃમ.
કોન્ફરન્સમાં આવેલ વૈજ્ઞાનિકોમાં સન્નાટો છવાયેલો હતો. બ્રહ્માંડના રહસ્ય સમા
ડાર્કમેટરના મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ લક્ષના રિઝલ્ટ કાર્ડમાં વૈજ્ઞાનિકોને માત્ર
જીરો જોવા મળ્યો હતો. ૨૦૧૩માં ડાર્કમેટર પર વિજય મેળવવા માટે લક્ષ અન્ડરગ્રાઉન્ડ
ઝેનોને ડાર્કમેટર એક્સપરીમેન્ટ શરૃ કરવામાં આવ્યો હતો. જે ટુકમાં 'લક્સ' તરીકે ઓળખાતો હતો. ૨૦ મહિનાની એકધારી મહેનત કરતા 'ડાર્કમેટર'ના કણોનું અસ્તિત્વ વૈજ્ઞાનિકો પકડી
શક્યા નથી. ટૂંકમાં બ્રહ્માંડમાં 'ડાર્કમેટર' હોવા છતાં પૃથ્વીવાસીઓને હાથતાળી આપીને, 'ડાર્ક મેટર' વૈજ્ઞાનિકોની પકડમાં આવ્યા વગર અદ્રશ્ય
થઈ ગયું છે. લક્સના અંતિમ તબક્કામાં પ્રયોગશાળાના સાધનોની સંવેદનશીલતા તેની અંતિમ
મર્યાદા સુધી લઈ જવામાં આવી હતી. છતાં, ડાર્ક મેટર વિશે વૈજ્ઞાનિકોનું અંધારુ હજી દૂર થયું નથી. બ્રહ્માંડનો
ચાર પંચમાશ એટલે કે 8૦% હિસ્સો ડાર્કમેટરનો બનેલો હોવા છતાં વૈજ્ઞાનિકો હજી સુધી
તેના સીધા પુરાવા મેળવી શક્યા નથી. ભૌતિકશાસ્ત્રીઓની ધીરજ ખૂટી નથી. છતાં પરિણામોએ
થોડીક નિરાશા પૂરી છે. ડાર્ક મેટરને 'ડાયરેક્ટ' સાબિતિ વડે ક્યારે પકડી શકાશે ? જયાં સુધી ડાર્કમેટરમાં સીધા પુરાવા
મળશે નહી ત્યાં સુધી શ્યામ પદાર્થ પર છવાયેલ ડાર્કનેસ દૂર થવાની નથી.
''પ્રોજેક્ટ લક્સ'' - ડાર્કમેટર શોધવાની કવાયત:
સાઉથ
ડાકોટા ખાતે આવેલી જૂની ગોલ્ડમાઇન એટલે કે સોનાની ખાણ વૈજ્ઞાનિકો માટે સોનાની ખાણ
પુરવાર થઈ નથી. સોનાની ખાણ પર ૨૦૧૩માં નવું બોર્ડ લગાવવામાં આવ્યું હતું. જેમાં
લખ્યું હતું સ્ટેનફોર્ડ અન્ડરગ્રાઉન્ડ રિસર્ચ ફેસીલીટી જમીન સપાટીથી ૧.૬૦ કિ.મી. નીચે
ખાણમાં શુદ્ધ પાણીની એક ટાંકીમાં ૬ ફૂટ ઊંચી (૧.૮૦ મીટર)ની ઉંચાઈ ધરાવતી
ટીટાનીયમની બનેલી એક ટેન્ક લટકાવવામાં આવી હતી. ટેન્કની આજુબાજુ બે લાખ બોંતેર
હજાર લીટર શુદ્ધ પાણી ભરેલું છે. ટીટાનીયમની ટેન્કમાં પ્રવાહી સ્વરૃપમાં આને ઠંડો
ઓઝોન વાયુ ભરેલો છે. ઝેનોનના પરમાણુઓને ખાસ પ્રક્રિયા માટે ગોઠવવામાં આવ્યા હતા.
જ્યારે વીજભાર ધરાવતા કણોનો ધક્કો તેમને લાગે ત્યારે ઝેનોનના કણ પ્રકાશિત થઈ
ઉઠવાના હતા. આ પ્રકાશના ચમકારાને પકડી શકાય તેવા સંવેદકો ગોઠવવામાં આવ્યા હતા.
સામાન્ય
રીતે બ્રહ્માંડમાંથી આવતા વિવિધ કણો લગભગ ૧.૬૦ કિ.મી. ખડકોમાંથી પસાર થતા પહેલાં જ
'સ્ટોપ' અટકી જવાના હતા. જે વધારે અંદર જવાના હતા તેને પાણીના અણુ વધારે
ઉંડાઈ સુધી જતા અટકાવતા હતા. વૈજ્ઞાનિકોને ખાતરી હતી કે, માત્ર ડાર્ક મેટરના પરમાણુ ટકરાઈને પ્રકાશનો ચમકારો બતાવવાના હતા. વૈજ્ઞાનિકોએ ૨૦ મહિના સુધી દિવસ રાત પ્રયોગ
ઉપર નજર રાખવા છતાં ડાર્ક મેટર દ્વારા થયેલો એક પણ ચમકારો સંવેદક યંત્રો પકડી
શક્યા નથી હવે શું ? વૈજ્ઞાનિકો કહે છે કે, 'લક્સ' માટે ડિઝાઇન કરેલ 'સેન્સરો' સંવેદકોની સંવેદનશીલતા ખૂબ જ વધારવી
પડશે જેથી અતિ સૂક્ષ્મ ચમકારાને અતિ સૂક્ષ્મ નેનો- સેકન્ડમાં 'સેન્સરો' ડાર્ક મેટરને પકડી પાડવા જોઈએ. ડાર્ક મેટરોની ડાર્કનેસ દૂર કરવા માટે
વૈજ્ઞાનિકો શા માટે આટલા અધીરા અને ઉતાવળીયા થઈ રહ્યા છે. ટ્રાફિક સિગ્નલ પર
ગ્રીનલાઇટ નથી, યલો લાઇટ છે મતલબ ગો સ્લો.
બ્રહ્માંડ દર્શન
આપણું
દ્રશ્યમાન બ્રહ્માંડ, જેમાં પૃથ્વી, સૂર્ય તારાઓ અને આકાશગંગાઓ છેવટે તો
પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન વડે બનેલા
પરમાણુઓની બનેલી છે. ૨૦મી સદીની સૌથી આશ્ચર્યજનક થિયરી એટલે 'ડાર્ક મેટર'. સૌથી વધારે આશ્ચર્યજનક બાબત એ છે કે, આપણે જે બ્રહ્માંડને જોઈ શકીએ છીએ તે
ઓરડીનરી એટલે કે સામાન્ય મેટર કે પદાર્થ તરીકે ઓળખાય છે જેને ઘણાં વ્હાઇટ મેટર પણ
કહે છે. આ મેટર/ પદાર્થ, બેરીઓનીક મેટર છે જેનો જથ્થો પુરા બ્રહ્માંડમાં ૫ ટકા કરતા
વધારે નથી. બાકીનું ૯૫% બ્રહ્માંડ અદ્રશ્ય પદાર્થ ડાર્ક મેટર (૨૫%) અને ડાર્ક
એનર્જી (૭૦%)નું બનેલું છે. ગુરૃત્વાકર્ષણ બળને પ્રતિરોધ- પ્રતિકાર આપે તેવું બળ
એટલે કે ડાર્ક એનર્જી.
વૈજ્ઞાનિકોને
ડાર્ક મેટરને સીધી જ અવલોકન કરવાની તક મળી નથી. મહત્ત્વની વાત એ છે કે, ડાર્ક મેટર આપણા બ્રહ્માંડના બેરીઓનીક
મેટર સાથે કોઈ પ્રકારનો પ્રતિકાર કે પ્રક્રિયા કે સંવેદના બતાવતું નથી. પ્રકાશ અને
વીજ ચુંબકીય વિકીરણ સામે પણ તે કોઈ પ્રતિક્રિયા બતાવતું નથી. આ કારણે આજના આધુનિક
ઉપકરણો વડે ડાર્ક મેટરને ઓળખી કાઢવું કે શોધી કાઢવું શક્ય નથી. છતાં ડાર્ક
મેટરનું અસ્તિત્વ છે એ બાબતે વૈજ્ઞાનિકો ખૂબ જ ચોક્કસ છે. આકાશગંગા કે આકાશગંગાના
ઝુમખાઓ પર 'ડાર્કમેટર'ની પરોક્ષ અસરો જોઈ શકાય છે.
સામાન્ય
રીતે આકાશગંગાના કેન્દ્રમાં દ્રશ્યમાન પદાર્થનો જમાવડો થયેલો હોય છે.
ભૌતિકશાસ્ત્રના નિયમો મુજબ આકાશગંગાના કેન્દ્ર નજીક આવેલા તારાઓ ઓછી ઝડપે
કેન્દ્રની પ્રદક્ષિણા કરવા જોઈએ આ નિયમોનો ખરેખર અમલ થતો નથી. આકાશ ગંગામાં ગમે તે
સ્થાને તારાઓ આવેલા હોય તેમની પ્રદક્ષિણાનો વેગ લગભગ એકસરખો વહે છે. આ અવલોકનો
પરથી 'ડાર્કમેટર'ના અસ્તિત્વ વિશે થિયરી અસ્તિત્વમાં
આવી છે આકાશગંગાની ભાગોળે આવેલા તારાઓને 'ડાર્કમેટર'ના ગુરૃત્વાકર્ષણની અસર વરતાતી હોવી
જોઈએ.
વિમ્પ અને માચોસ - ક્યારે પકડાશે ?
૧૯૯૮માં
હબલ ટેલિસ્કોપ દ્વારા ત્રણ વિચિત્ર અને કુતૂહલપ્રેરક 'સુપરનોવા' જોવા મળ્યા હતા. બ્રહ્માંડ રચનાની
બિગબેન મોમેન્ટ બાદ, ૭.૭૦ અબજ વર્ષ એટલે કે લગભગ સમયના
મધ્યબિંદુની આસપાસ 'સુપર નોવા' વિસ્ફોટ થયા હતા. જેનો ડેટા બતાવે છે
કે બ્રહ્માંડનું વિસ્તરણ (એક્સપાન્સન) ખરેખર ઘટવું જોઈએ. પરંતુ ઘટવાની જગ્યાએ
વિસ્તરણનો પ્રવેગ વધી રહ્યો છે. ભૌતિકશાસ્ત્રના નિયમો પ્રમાણે સમય જેમ જેમ વિતતો
જાય છે તેમ તેમ ગુરૃત્વાકર્ષણના કારણે બ્રહ્માંડના વિસ્તરણનો વેગ ઘટવો જોઈએ ખરેખર
તેવું થયું નથી. વિસ્તરણનો વેગ વધતો રહ્યો છે.
૨૦૦૧માં
નાસાએ બ્રહ્માંડને સમજવા માટે વિલ્કીન્સન માઇક્રોવેવ એનીસ્ટ્રોફી પ્રોબ (WMAP)ને અંતરિક્ષમાં મોકલવામાં આવ્યો તે
પહેલાં જ વૈજ્ઞાનિકો ડાર્ક એનર્જીની સમસ્યા શોધી કાઢવામાં આવી હતી. WMAP દ્વારા બ્રહ્માંડની ઉંમર અંતરીક્ષનો 'સ્પેસ કર્વ' અને 'કોસ્મિક માઇક્રોવેવ બેકગ્રાઉન્ડ રેડિયેશન' શોધી કાઢ્યું હતું. WMAPની
મહત્ત્વપૂર્ણ શોધ એટલે કે , બ્રહ્માંડનો સમગ્ર પદાર્થ ૪.૬૦ ટકા જેટલો
જ છે. આખરે ડાર્ક મેટરના દાવેદાર કોણ છે ?
વૈજ્ઞાનિકો
અતિ રાક્ષસી કદના 'શ્યામ વિવર' બ્લેકહોલ્સને ડાર્ક મેટરનો સૌથી મોટો
દાવેદાર ગણવામાં આવ્યો છે. કેટલાક વૈજ્ઞાનિકો મેસિવ કોમ્પેક્ટ હેલો ઓબ્જેક્ટ
(માચો) અને વિકલી ઇન્ટેક્ટીંગ મેસિવ પાર્ટિકલ (વિમ્પ)ને ડાર્ક મેટરના બીજા દાવેદાર
ગણવામાં આવે છે. બ્રાઉન ક્વાર્કસ અને વિક સ્ટાર્સમાં 'માચો'નું અસ્તિત્વ માનવામાં આવે છે. જ્યારે બિગબેગ બાદ, સામાન્ય પદાર્થ / મેટર સિવાય સર્જન
પામેલા અન્ય પદાર્થ બંધારણમાં 'વિમ્પ'નું અસ્તિત્વ હોવાની સંભાવના
દર્શાવવામાં આવી છે.
એક
વૈજ્ઞાનિક સંકલ્પના પ્રમાણે આપણે જેને ખાલી અવકાશ કે 'એમ્ટી સ્પેસ' માનીએ છીએ તે ખરેખર ખાલી નથી. અહીં 'વર્ચ્યુઅલ' પાર્ટીકલનું સર્જન અને વિસર્જન થતું જ
રહે છે. આ ખાલી અવકાશમાં કેટલી ઊર્જા છે ? તેની ગણતરી કરતા વૈજ્ઞાનિકોએ જે આંકડો મેળવ્યો છે તે ખોટો છે. જેથી
રહસ્ય હજી અકબંધ છે. ઘણાં વૈજ્ઞાનિકો માને છે કે આલ્બર્ટ આઇન્સ્ટાઇને તેની જનરલ
થિયરી ઓફ રિલેટિવીટી/ સાપેક્ષતાવાદ દ્વારા સ્ટેટીક / સ્થિર બ્રહ્માંડને સમજાવવા જે
સૂત્ર આપવામાં આવ્યું હતું તેમાં એક ખાસ કોસ્મોલોજીકલ કોન્સ્ટન્ટ જેવો અચળાંક
આપ્યો હતો. બ્રહ્માંડના વિસ્તરણનો પુરાવા મળતા જ આઇન્સ્ટાઇને કોસ્મોલોજીકલ
કોન્ટેસ્ટને તેની જિંદગીની સૌથી મોટી ભૂલ બતાવી હતી. ડાર્ક એનર્જી અને
આઇન્સ્ટાઇના કોસ્મોલોજીકલ કોન્સ્ટન્ટ વચ્ચે સમાનતા જોવા મળી છે.
પ્રયોગની નિષ્ફળતા પછીના... પગલl.
ડાર્ક
મેટરને શોધવી હોય તો તેના બંધારણીય ઘટક જેવાં (WIMPS) (વિમ્પ)ને શોધવા પડે. આકાશગંગાઓ જે રીતે પ્રદક્ષિણા કરી રહી છે અને, ત્યાંથી પસાર થતો પ્રકાશ વાંકી દિશામાં
વળીને આવે છે. જે રહસ્યમય ડાર્ક મેટરનું અસ્તિત્વ બતાવે છે. બ્રહ્માંડમાંથી આવતા
કોસ્મિક કિરણોમાં વિવિધ પ્રકારના પદાર્થ, પ્રતિ-પદાર્થ રચનારા આદિ કણો હોય છે જે પૃથ્વીની સપાટી સાથે ટકરાય છે
ત્યારે તેની ગતિ ધીમી પડે છે. ખડકોની અંદર ઉતરતા જતા ચોક્કસ ઉંડાઈએ પહોંચીને
કોસ્મિક રેના કણો અટકી જાય છે.
ડાર્ક
મેટરના કણ 'વિમ્પ' પ્રોટોન કરતાં ૧૦થી ૧૦૦ ગણા વધારે દળદાર છે. જે પૃથ્વીમાંથી આસાનીથી
પસાર થઈ જાય છે. જો વૈજ્ઞાનિકો નસીબદાર હોય તો 'જેનોન' જેવા પરમાણુ સાથે 'વિમ્પ'ની ટક્કર/ મથડામણ થતાં જ 'પ્રકાશ'ના સિગ્નલ મળી શકે છે. જો કે પ્રવાહી 'ઝેનોન' પ્રકાશ માટે પારદર્શક હોવા છતાં પ્રકાશના ક્ષણિક ચમકારાને શોધી શકે
તેવા અતિ-સંવેદનશીલ ઉપકરણોની જરૃર પડે તેમ છે.
'લક્સ'ના પ્રયોગોમાં 'વિમ્પ'ની સાબિતી મળી નથી એનો અર્થ એવો નથી
થતો કે ડાર્ક મેટર વિમ્પનું બનેલું નથી. પ્રયોગની નિષ્ફળતા બતાવે છે કે સામાન્ય
પદાર્થની કેટલીક નિશ્ચિત મર્યાદા/ રેન્જમાં, પદાર્થ પર 'વિમ્પ'ની અસર જોવા મળતી નથી. 'લક્સ' સિવાય ઇટાલીમાં જેનોન ડાર્ક મેટર
પ્રોજેક્ટ ચાલે છે. આ ઉપરાંત 'સુપર
ક્રાયોજેનિક ડાર્ક મેટર સર્ચ' જેવો
બીજો પ્રયોગ પણ ચાલુ જ છે. આ ઉપરાંત જીનીવાના સર્નના લાર્જ હેડ્રોન કોલાઈડરમાં 'ડાર્ક મેટર' સર્જન કરવાના પ્રયાસો ચાલુ જ છે.
આવનારા સમયમાં 'લક્સ' કરતા ૭૦ ગણા વધારે સંવેદનશીલ ઉપકરણો સાથે 'લક્સ-ઝેપલીન' નામનું ડિરેક્ટર ડાર્ક મેટર શોધવા માટે
કાર્યરત કરવામાં આવશે. લક્સના સ્થાને લક્સ ઝેપલીન ભવિષ્યમાંમાં કાર્યરત બનશે.
8/14/2016 12:29:00 pm | Labels: Black holes, dark Energy, Dark Matter, LUX, MACHOs, Ordinary Matter, Supernova, WIMPs, WMAP | 0 Comments
Subscribe to:
Posts (Atom)
Blog Archive
Powered by Blogger.
મારાં અન્ય બ્લોગ્સ
- Akhenaten
- Andy Ruben
- Apocalypse
- Armageddon.
- Astro-Biology
- Biology
- Black holes
- Brain
- Brain Scan
- Britain
- Buzz Aldrin
- DNA test
- Dark Matter
- Donald Johanson
- Dutee chand
- ESA
- ESO
- Egyptian history
- Elon Musk
- Evolution
- Exo-Mars
- France
- Francesco Melzi
- Genetics
- Germany
- Gravitational waves.
- Gravity
- Hitler
- Homo-sepians
- Howard Carter
- ISRO
- Iceman
- Indian space programe
- Japan
- KEPLAR SPACE TELESCOPE
- King Tut
- LIGO
- LSD
- LUX
- Larry Page
- Law of Friction
- Law of gravity
- Leonardo Da Vinci
- Lucy
- MACHOs
- MOND
- Mark Zukerberg
- Monalisa
- NASA
- Nefertiti
- Nuclear Attack
- Olympic games
- Ordinary Matter
- Otzi
- Pearl harbor
- Pharaoh
- Proxima Centauri
- Pyramid
- RICHARD BRANSON
- RLV-TD
- Rev. Roberts Evans
- Space IL
- Space Science
- Space shuttle
- Spaceship-2
- Species
- Stephen Hawking
- Supernova
- Theory of Relativity
- Tutankhamun
- VIRTUAL ENVIRONMENT
- VR
- WIMPs
- WMAP
- Winston Churchill
- World War
- Zahi Hawas
- adoration of the magi
- battle tank
- chromosome
- craig venter
- dark Energy
- dooms day
- exoplanet
- fritz zwicky
- history of Mankind
- homo erectus
- moon express
- moon mission
- mystery of Lucy.
- population zero
- psychedelic science
- scan pyramid
- space plan
- super luminous supernova
- testosterone
- the aftermath
- the last supper
- virtual reality
- visionary & Drugs.
- world without us
- zombie
- ઈસરો
















